<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

દિવાળી પહેલા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સઘન દબાણ હટાવ ડ્રાઈવ

મુખ્ય બજાર, ઘોઘા ગેટ અને હેવમોર ચોક સહિતના વિવિધ વિસ્તારોમાંથી લારી-ગલ્લાં અને રોડ પર મુકેલો સામાન જપ્ત કરાયો

ભાવનગરમાં દિવાળીના તહેવાર પહેલાં ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રીતે જાળવી રાખવા માટે મહાનગરપાલિકા દ્વારા સઘન દબાણ હટાવ ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ કાર્યવાહી અંતર્ગત મુખ્ય બજાર, ઘોઘા ગેટ અને હેવમોર ચોક સહિતના વિવિધ વિસ્તારોમાંથી લારી-ગલ્લાં અને રોડ પર મુકેલો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ટ્રાફિકને અડચણરૂપ બનેલા વાહનો સામે પણ કડક પગલાં ભરી વાહનચાલકોને નોટિસ આપવામાં આવી હતી અને વાહનો યોગ્ય પાર્કિંગમાં જ મૂકવા માટે ખાસ સૂચનાઓ જારી કરાઈ હતી.

(1:55 PM IST)