તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 21st May 2026
ભાવનગર પોલીસ દ્વારા સ્પાની આડમાં દેહવ્યાપાર કરનાર સંચાલકોની પ્રોપર્ટી જપ્ત થશે
નવા કાયદા BNSSની કલમ ૧૦૭ હેઠળ માનવ તસ્કરીના રેકેટની રૂ.૮૦ લાખની આલીશાન પ્રોપર્ટી જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૧: ભાવનગર જિલ્લાના આઇ.જી.પી. આર.વી. અસારી તથા પોલીસ અધીક્ષક હર્ષદ મહેતા એ અસામાજિક પ્રવળત્તિઓને ડામવા માટે આપેલ સૂચનાના આધારે, મદદનીશ પોલીસ અધીક્ષક ઘનશ્યામ ગૌતમ તેમજ નાયબ પોલીસ અધીક્ષક આર.આર. સિંઘલના સીધા માર્ગદર્શન હેઠળ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ માનવ તસ્કરીના ગુનામાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ ૧૦૭ મુજબ ઐતિહાસિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જે અન્વયે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ બે ગુનાઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ ગુનાઓ વાઘાવાડી રોડ પર આવેલ ઈવા સુરભી કોમ્પ્લેક્ષમાં થર્ડ ફ્લોર ઉપર આવેલ દુકાન નં. ૩૦૯ માં આયુર થાઈ ફેમિલી સ્પા તથા ભાવનગરમાં શિવા બ્લેસિંગ બિલ્ડીંગમાં સેકન્ડ ફ્લોર પર આવેલ દુકાનમાં ક્રિસ્ટલ ફેમિલી સ્પા ની માલિક આરોપી શબાનાબેન ફારુકભાઈ થીમ (રહે. કુંભારવાડા, મહમદી મસ્જિદ પાસે, અફનાનગર, મફતનગર, ભાવનગર હાલ રહે. રીંગ રોડ, શ્રીજી પાર્ટી પ્લોટના સામેના ખાંચામાં, શિવધારા સોસાયટી, પ્રદિપસિંહ જાડેજાના મકાનમાં ભાડેથી, ભાવનગર) નાઓ વિરુદ્ધ નોંધાયા હતા. આરોપી પોતાના સ્પામાં વ્યવસાયની આડમાં મસાજ માટે આવતા ગ્રાહકો પાસેથી પૈસા વસૂલ કરી સ્પામાં જ રહેવાની વ્યવસ્થા કરી આપી શબાનાબેન દ્વારા અહીથી સ્પામાંથી જવા નહીં દઈએ તેવી મહિલાઓને ધમકીઓ આપી પોતાના આર્થિક લાભ માટે દેહ વ્યાપારનો ધંધો કરાવડાવી તેનું શોષણ કરી મહિલાને ગ્રાહક દીઠ નજીવી રકમ આપી દેહ વિક્રયનો ધંધો કરતી હતી, જે રેઇડ દરમિયાન મળી આવતા ગુન્હા દાખલ થયેલ હતા.
ઉપરોક્ત ગુનાઓની ઊંડાણપૂર્વક તપાસ દરમિયાન આરોપી શબાનાબેન જે દુકાનમાં આયુર થાઈ ફેમિલી સ્પા ચલાવતા હતા તે દુકાન તેમણે સૌપ્રથમ સને ૨૦૨૨ માં ભાડેથી રાખી હતી. અને સ્પાનો અનૈતિક વ્યવસાય શરૂ કર્યો હતો અને તે વ્યવસાયમાંથી થતી આવકથી તે જ દુકાન ખરીદી લીધેલ હતી અને તે દુકાનના બેંકની લોનના હપ્તા પણ તેઓ અનૈતિક વ્યવસાયમાંથી થતી આવકમાંથી ચૂકવતા હોવાનું ધ્યાન ઉપર આવેલ. જે દુકાનની હાલની બજાર કિંમત આશરે રૂ. ૮૦,૦૦,૦૦૦/ (એંસી લાખ) સુધી થાય છે. જેથી નવા કાયદા BNSS ની કલમ ૧૦૭ મુજબ ઉપરોક્ત અચલ સંપત્તિ ગેરકાયદેસરની આવક દ્વારા ઊભી કરેલ હોવાનું તપાસ દરમિયાન જાણવા મળેલ.
તસ્કરીનો અનૈતિક વ્યાપાર કરીને વૈભવી સંપત્તિ ઊભી કરવામાં આવેલ. તેઓની વિરુદ્ધમાં અગાઉ સને-૨૦૧૬ માં અને સનેપ્ર૨૦૨૫ માં પણ ઉપરોક્ત મુજબના ગુન્હા દાખલ થયેલ હોવા છતાં તેઓએ પોતાની આવી પ્રવળત્તિ ચાલુ રાખેલ અને જો તેઓની આવી અસામાજિક પ્રવળત્તિ પર અંકુશ મૂકવામાં ન આવે તો સમાજના અન્ય યુવાનો પણ આવી પ્રવળત્તિ કરવા આકર્ષાય, જેથી BNSS ના નવા કાયદાનો ડંકો ઉગામવો જરૂરી હોવાથી ગ્ફલ્લ્ ૧૦૭ મુજબ શબાનાબેન ફારુકભાઈ થીમ નાઓની વાઘાવાડી રોડ પર ઈવા સુરભી કોમ્પ્લેક્ષમાં દુકાન નંપ્ર૩૦૯ ટાંચમાં લેવા માટે નામદાર ન્યાયધીશ સમક્ષ રીપોર્ટ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
ભાવનગર પોશ વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપાર અને માનવ તસ્કરીના નેટવર્કને ખુલ્લું પાડી પોલીસ પ્રશાસને નવા ફોજદારી કાયદા હેઠળ અત્યાર સુધીની સૌથી મોટી કાનૂની કાર્યવાહી હાથધરી છે. નવા કાયદાઓની ચોક્કસ કલમોનો ઉપયોગ કરીને ગુનાહિત અર્થતંત્રને કઈ રીતે નષ્ટનાબૂદ કરી શકાય, તેનો આ એક જ્વલંત દાખલો છે. ભાવનગર શહેર પોલીસ દ્વારા ભાવનગર શહેર તથા જિલ્લાની પ્રજાને સ્પષ્ટ બાંહેધરી આપવામાં આવે છે કે માનવ તસ્કરી જેવી અસામાજિક પ્રવળત્તિઓ વિરૂદ્ધ ભાવનગર પોલીસ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવશે. આ સમગ્ર કામગીરીમાં નીલમબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.પી.ઉનડકટ તથા પોલીસ ઇન્સ્પેક્ટરના રાઇટર હેડ કોન્સ. રાજેશકુમાર હરગોવિંદભાઈ તથા વુમન પો.કોન્સ. શ્રધ્ધાબેન ભવાનીશંકર તથા ઇન્ચાર્જ ભાવનગર ગ્રામ્ય કચેરીના રાઇટર હેડ કોન્સ વિધાદિપસિંહ કિરીટસિંહ વિગેરે જોડાયેલ હતા
(10:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
