<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

ભાવનગરમાં ગરમીમાં 6.2 ડિગ્રી નો ઘટાડો નોંધાતા ગરમીમાં રાહત અનુભવાય

ભાવનગર શહેરમાં ગઈકાલે રાજ્યની સૌથી વધુ ગરમી 45.2 ડીગ્રી ગરમી નોંધાઈ હતી.આજે શુક્રવારે મહત્તમ તાપમાનમાં 6.2 ડિગ્રીનો ઘટાડો થતાં ગરમીમાં રાહત

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર શહેરમાં ગઈકાલે રાજ્યની સૌથી વધુ ગરમી 45.2 ડીગ્રી ગરમી નોંધાઈ હતી. જ્યારે આજે શુક્રવારે મહત્તમ તાપમાનમાં 6.2 ડિગ્રીનો ઘટાડો થતાં ગરમીમાં રાહત અનુભવાય હતી. છેલ્લા એક અઠવાડિયાથી ભાવનગરનું તાપમાન 40 થી 45 ડિગ્રી વચ્ચે રહેતા લોકો ગરમીથી તોબા પોકારી ગયા હતા.આજે ગરમીનો પારો નીચે ઉતરતા ભાવનગરવાસીઓએ ગરમીમાં રાહત અનુભવી હતી.

આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 6.2 ડિગ્રી ઘટી 39.0 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 28.0 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 45 ટકા રહ્યું હતું તેમજ પવનની ઝડપ 28 કિ.મી. પ્રતિ કલાકની નોંધાઈ હતી

(7:18 PM IST)