તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Wednesday, 30th September 2026
મેડિકલ દવાની આડમાં નશાના કારોબારનો ભાવનગર sog દ્વારા પર્દાફાશ
દેવભૂમિ દ્વારકાના એસપીના કાર્યકાળથી ઉત્પાદન હબ મૂળ સુઘી પોંહચી મેડિકલ માફિયાઓનેં હાચમચાવનાર ભાવનગર એસપી નિતેશ પાંડેયને ig રાજેન્દ્ર અસારીના માર્ગદર્શનમાં વધુ એક મોટી સાફળતા : બે આરોપી ઝડપાયાઃ છેલ્લા પાંચ માસમાં ૧૦ સફળ રેડોઃ ૩૧ લોકો પોલિસના પંજામાં: ડ્રગ્સ સીન્ડીકેટ ફફળી ઉઠી

રાજકોટ તા.૩૦: મેડિકલ લાયસન્સની આડમાં ચાલતા નશાના કારોબારનો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પર્દાફાશ કરી મૂળ સુધી પહોંચનાર દેવભૂમિ દ્વારકાના તત્કાલીન એસપી અને ભાવનગરના વર્તમાન એસપી નિતેશ પાંડેય દ્વારા રેન્જ વડા રાજેન્દ્ર અસારીના માર્ગદર્શનમાં શરૂ કરેલ અભિયાનમાં વધુ એક મોટી સફળતા મળી છે.
જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ એક ખાસ ટીમ બનાવી ભાવનગર જિલ્લામાં આવેલ શંકાસ્પદ મેડિકલ પરવાના ધારકોનું વેરીફીકેશન હાથ ધરેલ. આ દરમ્યાન ધ્યાને આવેલ કે, અગાઉ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ કોડીનની ઘટક તત્વો ધરાવતી કફ સીરપની બોટલ નંગ-૧૨૦ સાથે પકડાયેલ આરોપી ભાવેશ દુધેલા તેના મારૂતી મેડિકલ એજન્સી નામનું મેડિકલ લાયસન્સ મેળવવા માટે રજૂ કરેલ ડોકયુમેન્ટ બનાવટી અને ફોર્જ છે, જેથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પાસેથી માહિતી મેળવતા ધ્યાને આવેલ કે, આ ભાવેશ દુધેલાએ પોતાના મેડિકલ લાયસન્સ મેળવવા રજૂ કરેલ ગુરુકળપા એજન્સી શિહોરના સહી-સિક્કા વાળું અનુભવ ઙ્કમાણપત્ર બનાવટી છે. જેને ખરાઈ કરતા તે અનુભવ ઙ્કમાણપત્ર બનાવટી હોવાનું માલૂમ પડતા બે આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે એસ.ઓ.જી.ના એ.એસ.આઈ. હરેશભાઈ મહેન્દ્રભાઈ ઉલવાએ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૮(૨), ૩૩૫(૨), ૩૩૫(૩), ૩૪૦(૨), ૫૪ મુજબ ફરિયાદ આપી ગુનો રજીસ્ટર કરાવેલ છે.
પકડાયેલ આરોપીઓ
૧. ભાવેશભાઈ અમોલખભાઈ દુધેલા ઉ.વ.૫૧ રહે. પ્લોટ નં. બી/૧૩, દેવરાજનગર-૧, ભાવનગર
૨. નરેન્દ્રભાઈ અરવિંદભાઈ જોષી ઉ.વ.૪૩ રહે. પ્લોટ નં. ૧૨૧ મહાગીતમનગર ઘોઘા રોડ શિહોર જી. ભાવનગર.

(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
