News of Monday, 26th October 2026
ભાવનગર યુવાનનો નગ્ન અવસ્થામાં શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યોઃ હત્યાની આશંકા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૬: ભાવનગરના ઉખરલા ગામથી માળનાથ જવાના માર્ગ પર વહેલી સવારે ઝાડી-ઝાંખરામાંથી એક યુવાનનો નગ્ન અવસ્થામાં મળતદેહ મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે. મળતદેહની તદ્દન નજીકથી એક બાઈક પણ મળી આવ્યું છે. બનાવની જાણ થતાં જ વરતેજ પોલીસ સ્ટેશનનો કાફલો અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) સહીતની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે મળતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને યુવાનનું મોત અકસ્માતે થયું છે કે અન્ય કોઈ કારણસર, તે અંગેની તપાસ હાથ ધરી છે.
મળતક યુવાનની ઓળખ ખડસલિયા ગામના રહેવાસી મુન્નાભાઈ હિમતભાઈ ડાભી (ઉ.વ. ૨૯) તરીકે થઈ છે. મળતકના ભાઈ દિપકભાઈ ડાભીએ જણાવ્યું હતું કે, તેમનો ભાઈ ભાવનગરના શિવાજી સર્કલ પાસે પ્લમ્બિંગનું કામ કરતો હતો અને તેને છ વર્ષનું બાળક પણ છે. ગત રાત્રે મુન્નાભાઈ પૈસાની ઉઘરાણી બાબતે ઘરેથી બહાર ગયા હતા, જે દરમિયાન આ ઘટના બની હોવાનું માનવામાં આવે છે. પ્રાથમિક રીતે આ બનાવ હત્યા હોવાની શંકા વ્યક્ત કરી દિપકભાઈએ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે. આ અંગે વરતેજ પોલીસ મથકના પી.આઈ. એસ.કે. સોલંકીએ જણાવ્યું હતું કે, ઉખરલા ગામથી માળનાથ જવાના રસ્તા પર ઝાડી-ઝાંખરામાંથી યુવાનનો મળતદેહ મળી આવ્યાની જાણ થતાં પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. બનાવ સ્થળની રોડની બંને બાજુ તપાસ કરતા યુવાનનું લોહી પણ મળી આવ્યું હતું. જોકે, હાલની પ્રાથમિક તપાસમાં યુવાનનું અકસ્માતે મોત થયું હોવાનું લાગી રહ્યું છે, જેથી પોલીસે હાલ અકસ્માત મોત અંગેની નોંધ (એ.ડી.) દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. મળતદેહને પી.એમ. માટે ભાવનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
