<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

ભાયાવદર પોલીસે ખુની હુમલાના વોન્‍ટેડ આરોપીના ગેરકાયદેસર કરોડોના મકાન પર બુલડોઝર ફેરવ્‍યું

ભાયાવદર પોલીસે પડવલા ગામના દિપેનભાઇ વિનોદભાઇ માકડીયા ઉપર ખુની હુમલો કરવાના ગુનામાં વોન્‍ટેડ આરોપી અલી મામદ તૈયબભાઇ શેઠા (રહે. પડવલા ગામ, મુળ ગામ ધારાગઢ, તા. ભાણવડ) ની સરકારી જમીન ૩૦૦ વારમાં ઉભેલ મકાન પર બુલડોઝર ફેરવી દીધું હતું. વોન્‍ટેડ આરોપી અલી મામદ સામે અગાઉ મર્ડર સહિતના ૧૧ ગુન્‍હાઓ નોંધાયા છે. આ કાર્યવાહી ભાયાવદરના પીઆઇ એ.બી.જાડેજા તથા સ્‍ટાફ, તલાટી મંત્રી પડવલા, સરપંચ પડવલા, તાલુકા વિકાસ અધિકારી ઉપલેટા તથા એકઝીકયુટીવ મેજીસ્‍ટ્રેટ ઉપલેટાની હાજરીમાં કરાઇ હતી. તસ્‍વીરમાં કરોડોનું મકાન પર બુલડોઝર ફેરવાયું તે નજરે પડે છે. ઇન્‍સેટ તસ્‍વીરમાં વોન્‍ટેડ આરોપી.

(3:04 PM IST)