હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભાયાવદર પોલીસે વડેખણ ગામેથી દારૂના જથ્થા સાથે ત્રણને ઝડપી લીધા
રીક્ષા સહિત ર.પ૦ લાખનો મુદામાલ કબ્જેઃ પાંચ શખ્સોના નામ ખુલ્યા

તસ્વીરમાં પકડાયેલ ત્રણેય શખ્સો (નીચે બેઠેલ) સાથે ભાયાવદર પોલીસનો સ્ટાફ નજરે પડે છે.
રાજકોટ, તા., ર૦: ભાયાવદર પોલીસે વડેખણ ગામેથી ૧.૯પ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. જયારે પાંચ શખ્સોના નામુ ખુલતા શોધખોળ હાથ ધરાઇ છે.
રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર તથા ધોરાજીના મદદનીશ પોલીસ અધિક્ષક સીમરન ભારદ્રાજ દ્વારા પ્રોહી-જુગાર નાબુદ કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને ભાયાવદર પોલીસ સ્ટેશનના I/C પોલીસ ઇન્સપેક્ટર શ્રી એ.બી.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન ખાનગી રાહે ચોક્કસ હકીકત મળેલ કે, વડેખણ ગામના રાઘવભાઇ બાવનભાઈ વાંદા, રાણાભાઇ બાવનભાઈ વાંદા, લાખાભાઇ ઉર્ફે કસો બાવનભાઈ વાંદા, આવડાભાઇ ઉર્ફે દલો બાવનભાઈ વાંદા ચારેય ભાઇઓ તેઓના કબ્જામાં ગે.કા. રીતે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી ભાગીદારીમાં ઇંગ્લીશ દારૂનું વેચાણ કરે છે અને રાઘવભાઈ બાવનભાઈ વાંદા પોતે ઇંગલીશ દારૂનો જથ્થો એક છકડા રીક્ષામાં ભરીને વેચવા માટે વડેખણ ગામથી પાટણ રોડ તરફ નીકળનાર હોય જેથી આ છકડો રીક્ષાની વોચમાં રહી રાઘવભાઇ બાવનભાઈ વાંદા તથા રાણાભાઇ બાવનભાઇ વાંદા અને લાખાભાઇ ઉર્ફે કસો બાવનભાઈ વાંદા રહે.વડેખણ તા.ઉપલેટા ને વિદેશી દારૂની બોટલ નંગ ૩૧ર કિ. ૧.૯પ લાખ અને રીક્ષા મળી કુલ ર.પ૦ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જયારે બાલુભાઇ શામળા રહે.બોચવડી નેશ તા.જામજોધપુર, (૨) આવડાભાઇ ઉર્ફે દલો બાવનભાઇ વાંદા રહે. વડેખણ તા.ઉપલેટા, (૩) રામાભાઈ રાણાભાઈ વાંદા રહે.વડેખણ તા.ઉપલેટા, (૪) અરજણભાઇ નાજાભાઈ શામળા રે.શામળા નેશ તા.જામજોધપુર, તથા (૫) વીપુલભાઈ કારાભાઇ મોરી રહે,દેવડા તા.કુતીયાણાના નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.
આ કાર્યવાહી ભાયાવદર પો.સ્ટે.ના I/C પોલીસ ઇન્સપેકટર એ.બી.જાડેજા, એ.એસ.આઇ. અરૂણભાઇ રામજીભાઇ ખટાણા, રોહીતભાઇ હાજાભાઇ વાઢેળ, પો.હેડ કોન્સ. પ્રેમજીભાઇ કીહલા, પો.કોન્સ. વિપુલભાઇ મેટાળીયા, મહેશભાઈ ગમારા તથા અજયભાઇ સોરઠીયા દ્વારા કરવામાં આવી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
