<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

ભેંસાણ પોલીસે દારૂ-બિયર-કાર સહિત ૯.૬૧ લાખનો મુદ્દામાલ ઝડપી લીધો : ૩ ની શોધખોળ

દારૂના ચપટા-બિયરના ટીનની કારમાં હેરાફેરી કરતા હોવાનું ખુલ્‍યુ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ર૯: ભેસાણ પો.સ્‍ટે.ના પોલીસ ઇન્‍સ. શ્રી એન.એન.તળાવીયા તથા પોલીસ સ્‍ટાફ ભેસાણ પો.સ્‍ટે. વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન પો.હેડ કોન્‍સ. બળવંતસિંહ નાથાભાઇ પરમાર તથા પો.કોન્‍સ. ભાવેશભાઇ કાળાભાઇ અખેડ નાઓને સંયુકત બાતમીરાહે હકિકત મળેલ કે ભેસાણ ટાઉનમા ગોકુલ બંગલાની પાછળ પટેલ મોટર્સ ગેરેજની અંદર ભરત વાલજીભાઈ ભુવા રહે.ભેસાણ વાળો ભારતીય બનાવટનો ઈગ્‍લીશ પીવાના દારૂની ફોરવ્‍હીલર કારમાં હેરફેર કરે છે જે બાતમી હકિકત આધારે રેઇડ કરતા સદરહુ ગેરેજમાથી ભારતીય બનાવટની ઇગ્‍લીંશ દારૂ ની અલગ અલગ બ્રાન્‍ડની નાની બોટલો નંગ-૨૧૭૬ કિ.રૂ.૪,૪૪,૯૦૫/- તથા બીયર ટીન નંગ-૧૨૯ કી.રૂ. ૧૬,૧૨૫/- તથા એક ફોરવ્‍હીલ કાર કિ.રૂ.૫,૦૦,૦૦૦ એમ મળી કુલ કી.રૂ. ૯,૬૧,૦૩૦/- નો પ્રોહી. મુદ્દામાલ મળી આવેલ હોય જેથી રેઈડ દરમ્‍યાન હાજર નહી મળી આવનાર નં(૧) પટેલ મોટર્સ ગેરેજના સંચાલક ભરત વાલજીભાઈ ભુવા રહે.ભેસાણ તથા નં(૨) સિલ્‍વર કલરની હ્યુન્‍ડાઈ કંપનીની ક્રેટા રજી નંબર-ઞ્‍થ્‍-૦૧-ય્‍પ્‍-૧૭૪૮ વાળીના હવાલા ધારક વાળા સામે પ્રોહી એકટ કલમ-૬૫(એ)(ઈ), ૧૧૬(બી), ૯૮(૨), ૮૧ મુજબ ગુન્‍હો રજી. કરી કાયદેસર ની કર્યવાહી કરેલ છે.

(1:06 PM IST)