News of Tuesday, 14th July 2026
" ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ ' ડ્રાઈવ અંતર્ગત જામનગરમાં ભિંડભંજન મંદિર ખાતે સાયબર અવેરનેશ અંગે જાગૃતિ કાર્યક્રમ :200 પેમ્ફલેટનું વિતરણ
ડીઝિટલ અરેસ્ટ સ્કેમ, વીશીંગ કોલ, ફીશીંગ કોલ, ફેક શોપીંગ વેબસાઇટ, ઇન્સ્ટન્ટ લોન ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ટાસ્ક ફ્રોડ, મ્યુલ અકાઉન્ટ વિગેરે સાયબર ફ્રોડ વિશે તેમજ ઓનલાઈન સુરક્ષા બાબતે જાગૃત કરાયા

જામનગર : પોલીસ મહાનિર્દેશક સી.આઈ.ડી.(ક્રાઇમ અને રેલ્વેઝ) ગુ.રા. ગાંધીનગર તરફથી “Operation SURAKSHIT CYBER SPACE" નામે ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હોઈ જે અનુસંધાને નાયબ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, નિર્લિપ્ત રાય તથા જામનગર પોલીસ વડા ડો.રવિ મોહન સૈનીનાઓએ આપેલ સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જામનગર દ્વારા ડ્રાઈવ અંતર્ગત તા.૧૩/૦૭/૨૦૨૬ ના રોજ સાયબર લગત ગુનાઓ અટકાવવા બાબતે She-Team ને બ્રીફ કરવામાં આવેલ જેમાં "ભીડભંજન મહાદેવ મંદિર” જામનગર ખાતે સાયબર ક્રાઇમ જેવા કે,ડીઝિટલ અરેસ્ટ સ્કેમ, વીશીંગ કોલ, ફીશીંગ કોલ, ફેકશોપીંગ વેબસાઇટ, ઇન્સ્ટન્ટ લોન ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ટાસ્ક ફ્રોડ, મ્યુલ અકાઉન્ટ વિગેરે સાયબર ફ્રોડ વિશે તેમજ ઓનલાઈન સુરક્ષા બાબતે ખાસ ટિપ્સ બાબતે સાયબર અવેરનેસ અંગેના ૨૦૦ પેમ્ફલેટસનું વિતરણ કરવામા આવેલ.
આ ક્રાર્યક્રમનું પ્રેઝન્ટેશન "સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન” ના પો.હેડ.કોન્સ. કુલદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું
(12:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
