તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Sunday, 22nd November 2026
ભુજ-ખાવડા હાઈવે પર સર્જાયેલ અકસ્માતમાં મૃતકોના પરિજનોને ₹2 લાખ અને ઈજાગ્રસ્તોને ₹50 હજારની આર્થિક સહાય જાહેર કરતા વડાપ્રધાન
ભુજ-ખાવડા હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મૃતકોના પરિજનોને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દુઃખ વ્યક્ત કરી સંવેદના પાઠવી

કચ્છના ભુજ-ખાવડા હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મૃતકોના પરિજનોને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દુઃખ વ્યક્ત કરી સંવેદના પાઠવી છે. વડાપ્રધાને અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને ₹2 લાખ અને ઈજાગ્રસ્તોને ₹50 હજારની આર્થિક સહાય જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે વેકરિયા રણ પાસે ટ્રેલર અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં એક જ પરિવારના 7 સભ્યોનાં મોત થયા હતા. મૂળ ઉત્તરાખંડના આર્મીમેન સૌરવસિંહ નેગી અને તેમનો પરિવાર અકસ્માતનો ભોગ બન્યો હતો. મૃતકોમાં અઢી મહિનાની બાળકીનો પણ સમાવેશ થાય છે. ધોરડોથી ભુજ પરત ફરતી વખતે આ દુર્ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને આર્મીના જવાનો હોસ્પિટલ દોડી આવ્યા હતા.
(5:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
