તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd June 2026
ભુજ રાજકોટ એસટી વોલ્વો બસ અને ટ્રક વચ્ચે સામસામે જોરદાર ટક્કર: ૧૪ ને ઈજા, સદ્દભાગ્યે જીવલેણ અકસ્માતથી બચાવ
ભુજના ભુજોડી પાસે ડાયવર્ઝન વગર રસ્તાનું કામ બન્યું એક્સિડેન્ટનું કારણ, સેફ્ટી કમિટીમાં ફરિયાદ બાદ પણ સરકારી તંત્રનુ લોલમલોલ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તઃ.૨ : રોડ રસ્તાના કામ દરમ્યાન રોડ સેફ્ટીના નિયમોનો ઉલાળિયો કરાય છે પરિણામે માર્ગ અકસ્માત અટકાવવાના સરકારના પ્રયાસો ખુદ સરકારી તંત્રની બેદરકારીના કારણે નિષ્ફળ જાય છે.? ભુજના ભુજોડી ગામના ઓવરબ્રિજ પાસે ભુજ રાજકોટ એસટી વોલ્વો બસ અને મહાકાય ટ્રક બંને વચ્ચે સામસામે જોરદાર ટક્કર સાથે અકસ્માત સર્જાતા પ્રવાસીઓની ચિચિયારીઓથી હાઇવે ગાજી ઉઠ્યો હતો. આ અકસ્માતમાં ૧૪ જણાને નાની મોટી ઈજાઓ થતાં ભુજની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. સદ્દભાગ્યે અકસ્માત જીવલેણ બનતા અટક્યો હતો. અકસ્માતનું કારણ હાઇવે ની મરમ્મત નું કામ ચાલુ હતું અને માત્ર રસ્તો ડાયવર્ટ કરાયો હતો પણ યોગ્ય રીતનું ડાયવર્ઝન ન હોઈ આ અકસ્માત સર્જાયો હતો.
રોડ સેફ્ટી કમિટીની બેઠકમાં કચ્છ એસટી ના વિભાગીય નિયામક એન.એસ. પટેલે ભુજોડી ઓવરબ્રિજ, કુકમા ગામ પાસેના જોખમી કાટખૂણા જેવો વળાંક, રતનાલ અને સાપેડા ગામની અંદર બહાર જોડતા રસ્તાઓ વિશે સલામતી દર્શાવતા પ્રશ્નો ઉઠાવ્યા હતા. પણ યોગ્ય નિરાકરણ ની દિશામાં કામ થવામાં અને નિર્ણય લેવામાં સરકારી વિલંબ નડતો જ રહે છે. દુર્ભાગ્યે જીવલેણ અકસ્માત બાદ તંત્ર જાગે છે રસ્તા ઉપર અકસ્માતો અટકાવવા નિર્દોષ નાગરિકોના જાન માલની રક્ષા માટે સરકારી તંત્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટની જેમ જાગૃત બને એવું ઇચ્છીએ.
(9:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
