તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 2nd May 2026
ભુજ SOGની કાર્યવાહી: ISISની વિચારધારા ફેલાવતા આરોપીની ધરપકડ : લોકોને ઉશ્કેરતી પોસ્ટ કરનાર ફકીર મામદ ગગડા ઝડપાયો; ઇન્સ્ટાગ્રામ-ફેસબુક પર અલગ અલગ નામે એકાઉન્ટ : જુઓ વિડીયો
પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, પશ્ચિમ કચ્છ-ભુજની સૂચના મુજબ આતંકવાદી અને દેશવિરોધી સંગઠનો તથા કટ્ટરવાદી માનસિકતા ધરાવતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨ : આતંકવાદી સંગઠન ISISની વિચારધારાને અનુસરી ભારત દેશના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકતા ઇસ્લામિક યુદ્ધ, ખિલાફત તથા જીહાદ કરવા એકઠા થવા માટે લોકોને ગેરમાર્ગે દોરતી પોસ્ટ કરનાર ઈસમને એસ.ઓ.જી., પશ્ચિમ કચ્છ-ભુજ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.
પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, પશ્ચિમ કચ્છ-ભુજની સૂચના મુજબ આતંકવાદી અને દેશવિરોધી સંગઠનો તથા કટ્ટરવાદી માનસિકતા ધરાવતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અન્વયે એસ.ઓ.જી. ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી. પરમાર તથા એમ.આર. શકોરીયા દ્વારા સ્ટાફને આ પ્રકારની પ્રવૃત્તિઓ પર વોચ રાખવા સૂચના આપવામાં આવી હતી.
દરમિયાન એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી. પરમારને ફકીરમામદ ઈશા ગગડા, ઉ.વ.32, રહે. લોડાઈ, તા. ભુજ વાળાની ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે બાતમી મળી હતી. મજકુર ઈસમનો મોબાઈલ ચેક કરતાં જાણવા મળ્યું કે તેણે અલગ-અલગ નામના ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુક એકાઉન્ટ બનાવેલા હતા.
તેમજ મજકુર એક ખાસ વિચારધારામાં જ માનવા માટેના વીડિયો, લખાણ, ફોટા પોસ્ટ કરી આતંકવાદી સંગઠન ISISની આઈડીયોલોજી ફોલો કરી ભારત દેશના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકતા ઇસ્લામિક યુદ્ધ, ખિલાફત તથા જીહાદ કરવા એકઠા થવા લોકોને ગેરમાર્ગે દોરતો હતો. આ મામલે એસ.ઓ.જી. દ્વારા વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી. ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી. પરમાર, એમ.આર. શકોરીયા, પો.સ.ઇ. ડી.બી. વાઘેલા, આર.એલ. ચૌધરી, ટી.બી. રબારી તથા એસ.ઓ.જી. સ્ટાફના કર્મચારીઓ જોડાયેલા હતા.
પોલીસ તપાસ મુજબ આરોપી દ્વારા અલગ-અલગ નામે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટ બનાવી આતંકવાદી સંગઠન ISISની વિચારધારાને પ્રોત્સાહન આપતી પોસ્ટ કરવામાં આવતી હતી. દેશની એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકતી પ્રવૃત્તિ બદલ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ છે.
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
