<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

ભૂપેન્‍દ્રભાઇ પટેલ શનિવારે પોરબંદરના મોઢવાડામાં: મહેર સમાજ ભવનનું લોકાર્પણ

મહેર સમાજની એકતા સંગઠન અને આવનારી પેઢીના ઘડતર માટે અત્‍યાધુનિક લીરબાઇ મૉ સમાજ ભવનના નિર્માણનું સ્‍વપ્‍ન સાકાર : મુખ્‍ય અતિથિપદે ડો. મનસુખભાઇ માંડવિયા અને અર્જુનભાઇ મોઢવાડિયા ઉપસ્‍થિત રહેશેઃ રાત્રે રસ્‍મિતાબેન રબારી અને દેવરાજભાઇ ગઢવીનો લોકડાયરોઃ પરંપરાગત રાસ-ગરબા : મહેર સમાજ ભવન કોઇ ભેદભાવ વિના નિયમોને આધિનઃ બધા માટે ખૂલ્લો રહેશેઃ આ ભવન : કોઇ એક પરિવાર એક જ્ઞાતિ કે જુથનું નથીઃ સમસ્‍ત સમાજ અને માનવતાનું છેઃ નિયમોનું પાલન કરીને કોઇપણ વ્‍યકિત સમાજ, મહેર સમાજ ભવનનો લાભ લઇ શકશે મહેર સમાજ ભવનમાં પર્યાવરણને ધ્‍યાનમાં રાખીને અને ઇલેકટ્રીસીટીની બચત માટે ૮૦ કિલો વોટની સોલાર સીસ્‍ટમઃ પાણીના એક-એક ટીપાને બચાવવા વરસાદના પાણીના સંગ્રહ માટે ભૂગર્ભ ટાંકો મહેર સમાજ ભવનમાં અદ્યતન બેન્‍કવેટ મલ્‍ટીપર્પઝ લગ્ન અને સામાજિક ધાર્મિક પ્રસંગો ઉપરાંત આ હોલનો આંતરરાષ્‍ટ્રીય કક્ષાના ઇન્‍ડોર સ્‍ટેડિયમ તરીકે ઉપયોગ થઇ શકશે બોકસ ક્રિકેટ, ક્રિકેટ ગ્રાઉન્‍ડ, વોલીબોલ અને બાસ્‍કેટ બોલના મેદાનોઃ બેડ મિન્‍ટન માટે ઇન્‍ડોર સ્‍ટેડિયમનું મહેર સમાજ ભવન સાથે નિર્માણ

મહેર સમાજના અવસરના સાક્ષી બનશે  જામનગરના સાંસદ શ્રી પૂનમબેન માડમ, રાણાવાવ-કુતિયાણાના ધારાસભ્‍યશ્રી કાંધલભાઈ જાડેજા, કેશોદના ધારાસભ્‍ય શ્રી દેવાભાઈ માલમ, માણાવદરના ધારાસભ્‍ય શ્રી અરવિંદભાઈ લાડાણી, જામખંભાળિયાના ધારાસભ્‍ય શ્રી મુળુભાઈ બેરા, દ્વારકાના ધારાસભ્‍ય શ્રી પબુભા માણેક, માધવપુરના શ્રી ભગવાનજી કરગઠીયા, પૂર્વ મંત્રી બાબુભાઈ બોખીરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા, મેયર સાગરભાઈ મોદી, મહેર સમાજના વરિષ્ઠ આગેવાનો મહેર સુપ્રીમ કાઉન્‍સિલ ના સ્‍થાપક પ્રમુખ ડો. વિરમભાઈ ગોઢાણીયા, ઇન્‍ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્‍સિલના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરા, પૂર્વ સાંસદ ભરતભાઈ ઓડેદરા સહિત અનેક મહાનુભાવો આ અવસરના સાક્ષી બનશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૬ :.. મહેર સમાજની એકતા સંગઠન અને આવનારી પેઢીના ઘડતર માટે નિર્માણ કરવામાં આવેલ અત્‍યાધુનિક લીરબાઇ મા સમાજ ભવનનું લોકાપર્ણ કરવા મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ શનિવારે તા. ર૮ મીએ મોઢવાડા આવી રહ્યા છે.

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના હસ્‍તે લોકાપર્ણ થનારા મહેર સમાજના લીરબાઇ મા સમાજ ભવનના આ કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ વિશેષ પદે કેન્‍દ્રીય મંત્રી અર્જુનભાઇ ઉપસ્‍થિત રહેશે.

 શનિવારે તા. ર૮મીએ  મોઢવાડા માટે હંમેશા યાદ રહી જાય એવો દિવસ  છે. જ્‍યાં એક તરફ ગામની માટીની સુગંધ છે, બીજી તરફ સમાજની એકતાની તાકાત છે, ત્‍યાં શ્રી લીરબાઈમાં મહેર સમાજનું નવનિર્મિત ભવ્‍ય ભવન સમાજને અર્પણ થવા જઈ રહ્યું છે.

સમસ્‍ત મહેર સમાજના આ સ્‍વપ્ન સમાન સમાજ ભવનનું લોકાર્પણ ગુજરાતના મુખ્‍યમંત્રી  ભૂપેન્‍દ્રભાઈ પટેલના વરદ હસ્‍તે બપોરે ૨ વાગ્‍યે થશે. આ પ્રસંગ મહેર સમાજની એકતા, દાતાઓની ઉદારતા અને ગામના દરેક પરિવારના પરિશ્રમની  સાબિતી છે.

આ  સમારોહમાં મુખ્‍ય અતિથિપદે કેન્‍દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા  તથા કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા ઉપસ્‍થિત રહેશે. આ લોકાર્પણ સમારંભમાં   જામનગરના સાંસદ  પૂનમબેન માડમ, રાણાવાવ-કુતિયાણાના ધારાસભ્‍ય કાંધલભાઈ જાડેજા, કેશોદના ધારાસભ્‍ય  દેવાભાઈ માલમ, માણાવદરના ધારાસભ્‍ય  અરવિંદભાઈ લાડાણી, જામખંભાળિયાના ધારાસભ્‍ય  મુળુભાઈ બેરા, દ્વારકાના ધારાસભ્‍ય  પબુભા માણેક, માધવપુરના  ભગવાનજી કરગઠીયા, પૂર્વ મંત્રી બાબુભાઈ બોખીરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા, મેયર સાગરભાઈ મોદી, મહેર સમાજના વરિષ્ઠ આગેવાનો મહેર સુપ્રીમ કાઉન્‍સિલ ના સ્‍થાપક પ્રમુખ ડો. વિરમભાઈ ગોઢાણીયા, ઇન્‍ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્‍સિલના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરા, પૂર્વ સાંસદ ભરતભાઈ ઓડેદરા સહિત અનેક મહાનુભાવો આ અવસરના સાક્ષી બનશે.

અંદાજે સાડા સાત કરોડના માતબર ખર્ચે નિર્માણ પામેલું આ ભવન સમાજના સપનાઓનું મંદિર પરંપરા અને આધુનિકતાનો અદભૂત સંગમ છે. મહેર સમાજ ભવનમાં  સમાજના પ્રસંગો રંગેચંગે ઉજવાય એ માટે અહીં ૧૩,૦૦૦ ચોરસ ફૂટનો વિશાળ અને ૨૫ ફૂટ ઊંચો ભવ્‍ય સેન્‍ટ્રલી એસી બેન્‍ક્‍વેટ હોલ તૈયાર કરાયો છે. મહેમાનોની મહેમાનગતિમાં કોઈ કચાશ ન રહે એ માટે ૭,૦૦૦ ચોરસ ફૂટનો સેન્‍ટ્રલી એસી ડાઈનિંગ હોલ અને ૪,૦૦૦ ચોરસ ફૂટનું આધુનિક કિચન તૈયાર કરવામાં આવ્‍યું છે. તો સાથે, બહારગામથી આવતા મહેમાનો માટે એટેચ ટોયલેટ-બાથરૂમ સાથેના ૮ સુવિધાસભર રૂમ પણ છે અને વાહનો માટે વિશાળ ર્પાકિંગની વ્‍યવસ્‍થા પણ છે.

આ ભવનની સૌથી મોટી વિશેષતા એ છે કે, બેન્‍ક્‍વેટ હોલ મલ્‍ટીપર્પઝ હોલ બન્‍યો છે, લગ્ન અને સામાજિક-ધાર્મિક પ્રસંગો સિવાયના સમયમાં આ હોલ આંતરરાષ્‍ટ્રીય સ્‍તરના ઈન્‍ડોર સ્‍ટેડિયમ હોલ તરીકે કામ કરશે. એક જ હોલમાં એક તરફ લગ્નના માંગલિક પ્રસંગો ઉજવાશે, તો બીજી તરફ યુવાનો માટે આંતરરાષ્‍ટ્રીય કક્ષાની રમતગમતની સુવિધા  મળશે.

આ ભવનમાં હવે લગ્ન પ્રસંગ, સમાજની બેઠકો, વિદ્યાર્થીઓનું માર્ગદર્શન, ધાર્મિક કાર્યક્રમો, મહિલાઓના રાસડા અને યુવાનોના સાંસ્‍કળતિક કાર્યક્રમો થશે. ટૂંકમાં, મોઢવાડા અને આસપાસના ગામો માટે આ ભવન એક નવું સામાજિક હૃદય બનશે.

આજના જમાનાની સાથે કદમ મિલાવતા, આ ભવનમાં પર્યાવરણનું પણ પૂરેપૂરું ધ્‍યાન રાખવામાં આવ્‍યું છે. ઇલેક્‍ટ્રિસિટીની બચત માટે ૮૦ કિલોવોટની સોલાર સિસ્‍ટમ અને પાણીના એક એક ટીપાંને બચાવવા વરસાદી પાણીના સંગ્રહ માટે ભૂગર્ભ ટાંકાનું નિર્માણ થયું છે.

 યુવાનો સ્‍પોર્ટ્‍સના મેદાનમાં પણ પાછળ ન પડે એનું ધ્‍યાન રાખીને એમના માટે અહીં બોક્‍સ ક્રિકેટ, ક્રિકેટ ગ્રાઉન્‍ડ, વોલીબોલ અને બાસ્‍કેટબોલના મેદાનોની સાથે પીકલબોલ અને બેડમિન્‍ટન માટેનું ઈન્‍ડોર સ્‍ટેડિયમ પણ તૈયાર કરવામાં આવ્‍યું છે. સમાજ ભવન કોઈ ભેદભાવ વગર નિયમોને આધીન બધા માટે ખુલ્લો રહેશે. આ ભવન કોઈ એક પરિવાર, એક જ્ઞાતિ કે એક જૂથનું નથી, એ સમસ્‍ત સમાજનું છે અને માનવતાનું છે. નિયમોનું પાલન કરીને કોઈપણ વ્‍યક્‍તિ, કોઈપણ સમાજ આ ભવનનો લાભ લઈ શકશે.

શનિવારે મહેર સમાજ ભવનના  બપોરે ૨ વાગે લોકાર્પણ બાદ પોરબંદરના પ્રખ્‍યાત કલાકારો દ્વારા પરંપરાગત રીતે યોજાતા બહેનોના રાસડા અને ગરબાનું આયોજન થયું છે. ભવનના લોકાર્પણ બાદ દાંડિયા રાસ અને બહેનોના રાસડાથી સમારોહની શરૂઆત થશે. રાત્રે ૯ વાગ્‍યે ગુજરાતના લોકપ્રિય કલાકારો રસ્‍મિતાબેન રબારી અને દેવરાજભાઈ ગઢવીનો  લોકડાયરો યોજાશે, જ

શ્રી લીરબાઈમાં સમાજ ચેરીટેબલ ટ્રસ્‍ટ અને સમસ્‍ત મોઢવાડા ગામ દ્વારા તમામ સમાજબંધુઓ અને ભાવિકોને  ઉપસ્‍થિત રહીનેં સહભાગી થવા  આમંત્રણ એક યાદીમાં પાઠવવામાં આવ્‍યું છે.

(1:14 PM IST)