<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

ભાવનગર જિલ્લાના ૭૩૮.૦૯ કરોડના ૭૯ વિકાસ કામોનું ભૂપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે ઇ-લોકાર્પણ-ખાતમુહૂર્ત

ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે ભવ્‍ય કાર્યક્રમઃ કેન્‍દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયા, ગુજરાત સરકારના મંત્રીઓ જીતુભાઈ વાઘાણી, પરષોત્તમભાઈ સોલંકી, કૌશિકભાઈ વેકરીયા, સાંસદ અને ધારાસભ્‍યો ઉપસ્‍થિત

 (મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૫: ભાવનગર જિલ્લાના સર્વાંગી વિકાસ માટે કુલ ઈં ૭૩૮.૦૯ કરોડના ખર્ચે તૈયાર થયેલા અને નવા મંજૂર થયેલા ૭૯ જેટલા વિકાસ કામોના ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્તનો ભવ્‍ય કાર્યક્રમ યોજાશે. ગુજરાત રાજ્‍યના માનનીય મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના વરદ હસ્‍તે આ તમામ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.

આ કાર્યક્રમ તા. ૨૫-૦૯-૨૦૨૬ ને શુક્રવારના રોજ સવારે ૧૧:૦૦ વાગ્‍યે શ્રી ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ, સરદારનગર, ભાવનગર ખાતે યોજાનાર છે. જિલ્લા વહીવટી તંત્ર, ભાવનગર અને મહાનગરપાલિકા, ભાવનગર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે અને તમામ નાગરિકોને ઉપસ્‍થિત રહેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

આ કાર્યક્રમમાં જે વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે તેની વિગત આ પ્રમાણે છે. ભાવનગર ખાતે ઈં ૩૩.૦૦ કરોડના ખર્ચે નવનિર્મિત અત્‍યાધુનિક કલેક્‍ટર કચેરીનું લોકાર્પણ કરવામાં આવશે. જેનાથી નાગરિકોને મહેસૂલી સેવાઓ એક જ સ્‍થળે ઝડપથી મળી રહેશે. ભાવનગર મહાનગરપાલિકાના ઈં ૬૨૧.૬૩ કરોડના ૩૦ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે જેમાં શહેરી માળખાકીય સુવિધાઓના કામોનો સમાવેશ થાય છે. માર્ગ અને મકાન વિભાગ રાજ્‍ય હસ્‍તકના ઈં ૧૩.૧૯ કરોડના ખર્ચે નિર્મિત કામનું લોકાર્પણ થશે. માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્‍તકના ઈં ૫૭.૦૩ કરોડના ૪૬ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે જેનાથી ગ્રામ્‍ય વિસ્‍તારના માર્ગો વધુ સુદ્રઢ બનશે. આ ઉપરાંત પ્રાદેશિક કમિશનરશ્રી, નગરપાલિકાઓની કચેરી હસ્‍તકના ઈં ૧૩.૨૪ કરોડના વિકાસ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ભારત સરકારના ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયા, ગુજરાત સરકારના કળષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, મત્‍સ્‍યોદ્યોગ મંત્રી શ્રી પરષોત્તમભાઈ સોલંકી અને કાયદો અને ન્‍યાયતંત્ર તથા ઉર્જા મંત્રી શ્રી કૌશિક વેકરીયા ઉપસ્‍થિત રહેશે.

ગરિમામય ઉપસ્‍થિતિમાં ભાવનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી ઉષાબેન તલરેજા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અશોકભાઈ લાધવા અને અમરેલીના સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા ઉપસ્‍થિત રહેશે.

પ્રેરક ઉપસ્‍થિતિમાં ભાવનગર જિલ્લાના તમામ ધારાસભ્‍યશ્રીઓ ભાવનગર પૂર્વના શ્રીમતી સેજલબેન પંડ્‍યા, ગઢડાના મહંતશ્રી શંભુનાથજી ટુંડીયા, પાલીતાણાના શ્રી ભીખાભાઈ બારૈયા, મહુવાના શ્રી શિવાભાઈ ગોહિલ, તળાજાના શ્રી ગૌતમભાઈ ચૌહાણ અને ગારીયાધારના શ્રી સુધીરભાઈ વાઘાણી ઉપસ્‍થિત રહેશે

(11:05 AM IST)