તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
ઈશ્વરિયા માધ્યમિક શાળામાં સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલ વિતરણ યોજાયું : ધોરણ ૯ ની ૫૬ વિદ્યાર્થીનીઓને મળ્યો લાભ : જુઓ વિડીયો
ગામના સરપંચ, ઉપસરપંચ અને અગ્રણીઓની ખાસ ઉપસ્થિતિમાં દીકરીઓને પ્રોત્સાહિત કરાઈ : આચાર્ય ચિંતનકુમાર ત્રિવેદીના આયોજન હેઠળ કાર્યક્રમ સંપન્ન

ઈશ્વરિયા:ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામે આવેલી સરકારી માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી દીકરીઓ માટે રાજ્ય સરકારની ‘સરસ્વતી સાધના યોજના’ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. શાળામાં અભ્યાસ કરતી ધોરણ ૯ ની જરૂરિયાતમંદ વિદ્યાર્થીનીઓને શિક્ષણ મેળવવામાં સરળતા રહે તે હેતુથી સાયકલ વિતરણનો ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
શાળાના આચાર્ય ચિંતનકુમાર ત્રિવેદીના સુચારુ આયોજન હેઠળ યોજાયેલા આ વિતરણ કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રીમતી રમાબેન નાકરાણી, ઉપસરપંચ મેહુરભાઈ ગોહિલ, કેળવણી મંડળના અગ્રણી વીરસંગભાઈ સોલંકી, મૂકેશકુમાર પંડિત તેમજ શાળા સમિતિના સભ્યો અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો અને અગ્રણીઓના હસ્તે દીકરીઓને સાયકલ અર્પણ કરવામાં આવી હતી.
આ શૈક્ષણિક વર્ષ દરમિયાન ઈશ્વરિયા માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી ધોરણ ૯ ની કુલ ૫૬ વિદ્યાર્થીનીઓને સરકારની આ કલ્યાણકારી સરસ્વતી સાધના યોજનાનો સીધો લાભ પ્રાપ્ત થયો છે. સાયકલ મળવાથી દીકરીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને વાલીઓએ પણ સરકારની આ યોજના પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. (અહેવાલ - મુકેશ પંડિત)
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
