<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

વેરાવળમાં બિગ બ્રેકિંગઃ પૂર્વ પાલિકા પ્રમુખ પલ્લવીબેન જાનીની વોર્ડ ૨માં હાર, તાલાળાના ધારાસભ્‍યના ગામે ભાજપનો પરાજય

આજોઠા ગામે જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપની હાર

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૮: સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણી ૨૦૨૬ના પરિણામોમાં વેરાવળ પંથકમાં મોટા ઉલટફેર સામે આવ્‍યા છે. વેરાવળ-પાટણ સંયુક્‍ત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પલ્લવીબેન જાનીને વોર્ડ નં. ૨માં હારનો સામનો કરવો પડ્‍યો છે.

મતગણતરી બાદ જાહેર થયેલા પરિણામ મુજબ પૂર્વ પ્રમુખ પલ્લવીબેન જાની વોર્ડ નં. ૨ની બેઠક જીતી શકયા નથી. તેમની હારને વેરાવળના રાજકારણમાં મોટા આંચકા તરીકે જોવામાં આવી રહી છે.

બીજી તરફ તાલાળાના ધારાસભ્‍ય ભગવાનભાઈ બારડના વતન આજોઠા ગામે પણ ભાજપને ઝટકો લાગ્‍યો છે. આજોઠા ગામે જિલ્લા પંચાયતની સીટ પર ભાજપના ઉમેદવારની હાર થઈ છે. ધારાસભ્‍યના પોતાના ગામમાં પક્ષની હારથી રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્‍યો છે.

સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીમાં આ બંને પરિણામોએ ગીર સોમનાથ જિલ્લાના રાજકીય સમીકરણો બદલી નાખ્‍યા છે.

(1:41 PM IST)