હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભાટીયામાં સોનીને વાતોમાં ભોળવી ત્રણ લાખનો મુદામાલ લઇ નાસી જનાર મોટાઆસોટાનો શખ્સ ઝડપાયો
ખોટુ નામ આપી, ઇજા થયેલ હોઇ માસ્ક પહેરી મોઢુ છૂપાવેલ અને તકનો લાભ લીધેલ

ખંભાળીયા તા. ર૭ :.. આજથી ત્રણ દિવસ પહેલા ભાટીયા ટાઉનમાં મોઢે માસ્ક બાંધીને પોતાની ઓળખ છુપાવીને આવેલ એક ઇસમ દ્વારા ફરીયાદીને ગુમરાહ કરી વાતોમાં ભોળવી ફરીયાદીશ્રી સાથે વિશ્વાસપાત કરી સોનાના ૨ (બે) ચેઇન કિ.રૂ.૪,૩૧,૦૦૦/- ની મતાના લઇ જવા અંગેનો બનાવ બનવા પામેલ હતો.
દરમ્યાન હકિકતથી એક ઇસમને ખંભાળીયા-દ્વારકા હાઇવે હાબરડી ગામના પાટીયાથી હાબરડી ગામ તરફ જતા સિંગલપટ્ટી રોડ પરથી ઝડપી પાડી ઉક્ત ગુનામાં ગયેલ સોનાના ચેઈન સાથે પકડી પાડી અર્થે કલ્યાણપુર પોલીસ સ્ટેશન દ્વારા (૧) કાનાભાઇ ઉર્ફે કાનો સ/ઓફ પુંજાભાઇ દેવાણંદભાઇ ચાવડા ઉવ.૨૯ ધંધો ખેતી રહે. મોટા આસોટા ગામ સામે કાર્યવાહી કરી.
(૧) સોનાનો ચેઇન નંગ-૧ કિ.રૂ.૧,૭૦,૦૦૦/- (૨) મોબાઇલ ફોન નંગ-૧ જેની કિ.રૂ.૧૦,૦૦૦/- (૩) રોકડા રૂ.૧,૦૦,૦૦૦/- (એક લાખ) (૪) નંબર પ્લેટ વગરની મો.સા. નંગ-૧ કિ.રૂ.૧૦,૦૦૦/- મળી એમ કુલ કિ.રૂ.૨,૯૦,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.
મજકુર આરોપી દ્વારા પ્રથમ સોનીની દુકાને જઇ રેકી કરી પોતાનું ખોટુ નામ ઓળખ આપી મોઢે માસ્ક પહેરી પોતાને મોઢાના ભાગે ઇજા થયેલ હોય જેથી માસ્ક પહેરેલ હોવાનુ જણાવી સોનીને ગુમરાહ કરી વાતોમાં ભોળવી પોતાને સોનાની ચીજવસ્તુઓ ખરીદ કરવાનુ કહિ સોનાની ચીજવસ્તુઓ પસંદ કરી અન્ય સોનાના ઘરેણા બતાવવાનું તથા બીલ બનાવવાનુ કહી વિશ્વાસમાં લઇ બીજા કામોમાં વ્યસ્ત રખાવી સોનીને કાઉન્ટરથી દુર રખાવી મોકાનો લાભ લઇ પોતે પસંદ કરેલ સોનાની વસ્તુઓ લઇ નાશી ગયેલ હતો.
આ સમગ્ર કાર્યવાહી LCB I/CPI એન.એચ.જોષી, PSI બી.એમ.દેવમુરારી, PSI એમ.આર.સવસેટા PSI એસ.વી.કાંબલીયા ASI કિશોરભાઇ નંદાણીયા, જગદિશભાઇ કરમુર, ડાડુભાઇ જોગલ, દિપકભાઇ રાવલીયા, HC ગોવિંદભાઇ કરમુર, ખીમાભાઇ કરમુર, પીઠાભાઇ ગોજીયા મુકેશભાઇ કેસરીયા, હસમુખભાઇ કટારા, વિશ્વદિપસિંહ જાડેજા તથા PC પ્રકાશભાઇ ચાવડા નાઓ જોડાયેલ હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
