<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

ટેકાના ભાવે મગફળી, અડદ, મગ અને સોયાબીન વેચાણ માટે ખેડૂતોને મોટી તક : આજથી ઓનલાઈન રજીસ્‍ટ્રેશન શરૂ

કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કરી જાહેરાત : ૯ ઓક્‍ટોબર સુધી ચાલશે નોંધણી પ્રક્રિયા

(ચંદ્રેશ હિરાણી દ્વારા) મોટી પાનેલી તા.૧૦: ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્‍યા છે. રાજ્‍ય સરકાર દ્વારા ચાલુ ખરીફ સીઝનમાં ટેકાના ભાવે મગફળી, અડદ, મગ અને સોયાબીનની ખરીદી માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ અંગે ગુજરાત સરકારના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા મહત્‍વની જાહેરાત કરવામાં આવી છે.

કૃષિ મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, ખેડૂતોને તેમના પરસેવાની પૂરતી કિમત મળી રહે અને વચેટિયાઓથી બચાવી શકાય તે માટે રાજ્‍ય સરકારે ટેકાના ભાવે ખરીદીનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત આગામી તા. ર્ં૧૦-૦૯-૨૦૨૬ થી તા. ૦૯-૧૦-૨૦૨ર્૬ં સુધી ખેડૂતો ઓનલાઈન રજીસ્‍ટ્રેશન કરાવી શકશે.

આ સમયગાળા દરમિયાન રાજ્‍યના તમામ ખેડૂતો ગ્રામ પંચાયત કક્ષાએ, ગ્રામ કેન્‍દ્રો પર તેમજ ઓનલાઇન પોર્ટલ મારફતે પોતાની નોંધણી કરાવી શકશે. નોંધણી માટે ખેડૂતે આધાર કાર્ડ, ૭/૧૨, ૮-અ, બેંક પાસબુક અને મોબાઈલ નંબર સાથે રાખવાનો રહેશે.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્‍ય સરકાર ખેડૂતોના હિત માટે હંમેશા કટિબદ્ધ છે. ટેકાના ભાવથી ખેડૂતોને બજાર કરતા ઉંચો ભાવ મળશે, જેનાથી તેમની આવકમાં વધારો થશે. રજીસ્‍ટ્રેશન પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં જ ખરીદી કેન્‍દ્રો શરૂ કરીને સરકાર દ્વારા સીધી ખરીદી કરવામાં આવશે.

ખેડૂતોએ સમય મર્યાદામાં પોતાનું રજીસ્‍ટ્રેશન કરાવી લેવા કૃષિ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે

(1:26 PM IST)