News of Monday, 9th November 2026
મોટી ખાવડી પાસે ડેલ્ટા કંપનીની ઓરડીમાં બિહારી યુવકનો આપઘાત: પંખા સાથે કપડું બાંધી ટૂંકાવી લીધી જીવનલીલા
પડાણા પાટિયા નજીક મારૂતિ શો-રૂમ પાછળ બનેલી ઘટનાથી શ્રમિક વર્ગમાં શોક, મેઘપર પોલીસ દ્વારા અકસ્માત મોત અંગેની નોંધ

મોટી ખાવડી: જામનગર પંથકમાંથી એક હૃદયદ્રાવક અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જ્યાં રોજીરોટી રળવા માટે પોતાના વતનથી દૂર આવેલા એક પરપ્રાંતીય યુવાને કોઈ અગમ્ય કારણોસર આત્મઘાતી પગલું ભરી લીધું છે. જામનગર તાલુકાના મોટી ખાવડી ગામના આંબાવાડી વિસ્તારમાં રહેતા વિક્રમસિંહ બળુભા સોઢા દ્વારા મેઘપર પોલીસ મથકમાં કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત મુજબ, પડાણા પાટીયા પાસે આવેલા મારૂતિ શો-રૂમની પાછળના ભાગમાં આવેલી ડેલ્ટા કંપનીની ઓરડીમાં રહેતા ૨૬ વર્ષીય બિહારી યુવકે ગળેફાંસો ખાઈને જીવનલીલા સંકેલી લીધી છે.
મળતી માહિતી અનુસાર જામનગર તાલુકાના મોટી ખાવડી ગામે આંબાવાડી વિસ્તારમાં રહેતા વિક્રમસિંહ બળુભા સોઢાએ મેઘપર પોલીસ મથકે જાહેર કરેલ છે કે, તા. ૮ ના રોજ આ કામે મરણ જનાર વીનીતકુમાર નાગેન્હેગીરી ઉ.વ. ૨૬ રહે. મુળ બિહાર અને હાલ પડાણા પાટીયા પાસે મારૂતિ શો રૂમની પાછળના ભાગે આવેલ ડેલ્ટા કંપનીની ઓરડીમાં કોઈપણ કારણોસર પંખામાં કપડુ બાંધી ગળેફાંસો ખાઈ લેતા મરણ ગયેલ છે.
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
