News of Sunday, 26th July 2026
જામનગરમાં અલગ-અલગ જગ્યાએથી થયેલ બાઈક ચોરીના ભેદ ઉકેલાયો : એક આરોપીને ઝડપી લેવાયો : 6 મોટરસાયકલ જપ્ત
મોટર સાયકલ ચોરીનો ગુન્હો ડીટેક્ટ કરી આરોપી તથા બે કા.સ.કી.ને ચોરીમા ગયેલ કુલ-૦૬ મો.સા. કબ્જે કરી ગુનાનો ભેદ ઉકેલતી જામનગર સીટી "બી" ડીવીઝન પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોર્ડ

જામનગર :નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ નિર્લીપ્ત રાય (IPS) નાઓ દ્વારા વાહન ચોરીના તેમજ ઘરફોડ ચોરીના બનતા બનાવોને અટકાવવા તેમજ અનડીટેકટ ગુન્હોઓ શોધી કાઢવા સુચના કરેલ હોય, જામનગર જીલ્લાના પોલીસ અધીક્ષક ડો. રવિ મોહન સૈની (IPS) તથા ઇન્ચાર્જ મદદનીશ પોલીસ અધીક્ષક પ્રતીભા (IPS) ની સુચના અને પોલીસ ઈન્સપેકટર એન.એમ.ગઢવી ના માર્ગદશન મુજબ સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઈન્સ ડી.જી.રાજ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા.
જામનગર સીટી બી ડીવી.પો.સ્ટે. ભાગ અ ગુ.ર.નં.૧૧૨૦૨૦૦૯૨૬૧૫૯૫/૨૦૨૬ બી.એન.એસ કલમ ૩૦૩(૨) મુજબનો ગુન્હો વણ શોધાયેલ હતો આ કામે ફરીયાદીનુ ગુલાબનગર, સાંઢીયા પુલ, ભાનુ પેટ્રોલ પંપ પાસે સુઝુકી કંપનીની એક સફેદ કલરની ટુ-વ્હિલર એક્સેસ મો.સા જેના રજી નં.જીજે/૨૭/ડી.કે/૭૨૭૦ વાળુ પાર્ક કરેલ હતુ તે જગ્યાએથી કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી લઈ જતા ઉપરોક્ત નંબરથી ગુન્હો દાખલ થયેલ હોય સદર ગુન્હા શોધી કાઢવા સર્વેલન્સ સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા. દરમ્યાન સ્ટાફના સાજીદભાઈ રફીકભાઈ બેલીમ, ધર્મેન્દ્રસિંહ ઘેલુભા વઢેર તથા જયપાલસિંહ કનકસિંહ જાડેજાને ખાનગી રાહે હકીકત મળેલ કે ઉપરોક્ત ગુન્હાના કામે ચોરી થયેલ મો.સા સાથે ત્રણ ઈસમ સ્મશાન ચોકડી પાસે આટા ફેરા કરે છે જે હકીકત આધારે સર્વેલન્સ સ્ટાફના માણસો થોડા-થોડા અંતરે વોચમા હતા તે દરમ્યાન ઉપરોક્ત મો.સા સાથે ત્રણ ઈસમો નીકળતા તેને રોકી ત્રણેય ઇસમની પુછ-પરછ કરતા-(૧)અલ્તમસ ઉર્ફે મસ્તાન રફીકભાઇ સમા જાતે-સંધી મુસ્લીમ ઉ.વ.૧૯ ધંધો-મજુરી રહે.કાલાવાડ નાકા બહાર, મહા પ્રભુજીની બેઠક, સાલુપીરની દરગાહ વાળી શેરી, મકાન નં.૦૮ જામનર વાળો તથા અન્ય બે કા.સકી. હોય જેઓની પાસે રહેલ મો.સા.ના આગળ પાછળ નંબર પ્લેટ ન હોય જેના ચેસીસ નં.MB8DP12DKL83841222020 તથા એન્જીન નં.AF212397670 ના આધારે મો.સા.ના રજી. નંબર માટે ઇ-ગુજકોપમા સર્ચ કરતા રજી.નંબર-જીજે/૨૭/ડી.કે/૭૨૭૦ ના હોવાનુ જાણવા મળતા જે મોટર સાઇકલ બાબતે મજકુર ત્રણેય ઇસમોની પુછ-પરછ કરતા મજકુરે ત્રણેય ઈસમોએ જણાવેલ કે આશરે દોઢ માસ પહેલા જામનગર ગુલાબનગર, સાંઢીયા પુલ, ભાનુ પેટ્રોલ પંપ પાસેથી ચોરી કરેલ હોવાનુ જણાવતા અને આ અંગે ઉપરોક્ત નંબરથી ગુન્હો દાખલ થયેલ હોય જેથી સદર મોટરસાઇકલ ની કિ.રૂ.૨૦,૦૦૦/- ગણી ગુનાના કામે કબ્જે કરેલ છે.
બાદ મજકુર ત્રણયેઅન્ય કોઈ ચોરી કરેલ છે કે કેમ ? તે બાબતે પુછ-પરછ કરતા મજકુર ત્રણેય ઇસમોએ સાથે મળી અલગ અલગ જગ્યાએથી અલગ અલગ સમયે ઉપરોક્ત મો.સા. સિવાય અન્ય કુલ-૦૫ મો.સા ચોરીઓ કરેલનુ જણાવતા અલગ અલગ કંપનીના-૦૫ મો.સા પૈકી ત્રણ મો.સા. સીટી બી ડિવી. પો.સ્ટે.ના ગુન્હાના કામે કબ્જે કરેલ છે તથા બે મો.સા. શકપડતી મીલ્કત તરીકે બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી મજકુર બે કા.સ.કી.ને નોટીસ આપેલ છે. તેમજ એક ઇસમને ધોરણસર અટક કરી પો.હેડ કોન્સ જે.કે.જાડેજાએ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. સદરહું ગુનો ખાનગી બાતમીદારો તથા ઇ-ગુજકોપમાં સર્ચની મદદથી આ ગુનો શોધી કાઢેલ છે.
શોધાયેલ ગુન્હાઓ:-
(૧) જામ સીટી બી ડીવી પો.સ્ટેના ફર્સ્ટ ગુ.ર.નં.૧૧૨૦૨૦૦૯૨૬૧૫૯૫ બી.એન.એસ કલમ ૩૦૩(૨) મુજબના કામે એક સુઝુકી કંપનીની એક સફેદ કલરની ટુ-વ્હિલર એક્સેસ કિ.રૂ. ૨૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.
(૨) જામ સીટી બી ડીવી પો.સ્ટેના ફર્સ્ટ ગુ.ર.ન.૧૧૨૦૨૦૦૯૨૬૧૪૨૦ બી.એન.એસ કલમ ૩૦૩(૨) મુજબના
Created by Oniversal Document convert
કામે એક હીરો હોન્ડા કંપનીનુ કાળા કલરનું સ્પ્લેન્ડર મો.સા કિ.રૂ.૧૫,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.
(૩)જામ સીટી બી ડીવી પો.સ્ટેના ફર્સ્ટ ગુ.ર.નં.૧૧૨૦૨૦૦૯૨૬૧૫૯૩ બી.એન.એસ કલમ ૩૦૩(૨) મુજબના કામે એક હીરો હોન્ડા કંપનીનું કાળા કલરનું સ્પ્લેન્ડર મો.સા કિ.રૂ.૧૫,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.
(૪) જામ સીટી બી ડીવી પો.સ્ટેના ફર્સ્ટ ગુ.ર.નં.૧૧૨૦૨૦૦૯૨૬૧૫૯૪ બી.એન.એસ કલમ ૩૦૩(૨) મુજબના કામે એક સિલ્વર કલરનુ સ્પ્લેન્ડર મો.સા કિ.રૂ.૩૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.
(૫) બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ શક પડતી મીલ્કત એક હિરો કંપનીનું પોલીસ પટ્ટા વાળુ સ્પ્લેન્ડર મો.સા કિ.રૂ. ૧૫,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.
(૬) બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ શક પડતી મીલ્કત એક હિરો કંપનીનું પોલીસ પટ્ટા વાળુ સ્પ્લેન્ડર મો.સા કિ.રૂ.૧૫,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.
આ કામગીરી પોલીસ ઈન્સ. એન.એમ.ગઢવી તથા સર્વેલન્સ સ્કોડના પો.સબ ઇન્સ. ડી.જી.રાજ તથા એ.એસ.આઈ. મુકેશસિંહ રાણા, રાજેશભાઇ વેગડ, રવિન્દ્રસિંહ જાડેજા પો.હેડ.કોન્સ. ક્રીપાલસિંહ સોઢા, સંજયભાઇ પરમાર, જયપાલસિંહ જાડેજા તથા પો.કોન્સ. સાજીદભાઈ બેલીમ, ધર્મેન્દ્રસિંહ વાઢેર, જયદીપસિંહ જાડેજા, નિલેશભાઇ ઠાકરીયા, પ્રહલાદસિંહ જાડેજા, રવીકાંત રાઠોર, કપીલભાઈ ગુજરીયા દ્વારા કરવામાં આવેલ છે.
(7:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
