તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th September 2026
જામનગરમાં પ્રથમ વખત વૈજ્ઞાનિક પદ્ધતિથી બર્ડ એટલાસ સર્વે યોજાયો
બર્ડ કનઝર્વેશન સોસાયટી ગુજરાત સહિત જામનગરની પ્રકળતિપ્રેમી, જીવદયાપ્રેમી સંસ્થાઓનો સંયુક્ત પ્રયાસઃ ૬૨ પક્ષીપ્રેમીઓએ ૨૫ ગ્રીડમાં ફરીને તૈયાર કર્યો વૈજ્ઞાનિક ડેટાબેઝ

જામનગર, તા.૨૮: જામનગરમાં પ્રથમ વખત શહેરી વિસ્તારમાં પક્ષીઓની સંખ્યા, વિવિધતા અને ઋતુ પ્રમાણે તેમની હાજરીનો વૈજ્ઞાનિક ડેટાબેઝ તૈયાર કરવાના હેતુથી બર્ડ કનઝર્વેશન સોસાયટી ગુજરાત તથા જામનગરની વિવિધ પ્રકળતિપ્રેમી, જીવદયાપ્રેમી સંસ્થાઓના સંયુક્ત પ્રયાસથી જામનગર બર્ડ એટલાસ કાર્યક્રમ યોજાયો હતો.
વઢવાણ મુકામે વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા બર્ડ એટલાસની જાહેરાત કરવામાં આવ્યા બાદ છેલ્લા ત્રણ મહિનાથી કરવામાં આવેલી મહેનત અને આયોજનના પરિણામે જામનગરમાં આ વૈજ્ઞાનિક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.
આ સર્વેમાં ૬૨ પક્ષીપ્રેમીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો, બર્ડ એટલાસના પ્રથમ તબક્કામાં કુલ ૬૨ પક્ષીપ્રેમીઓ, વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફરો, પક્ષીવિદો, વન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ તથા આમંત્રિતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વહેલી સવારથી જ અલગ અલગ ટીમો દ્વારા જામનગર શહેરના વિવિધ નિર્ધારિત વિસ્તારોમાં ફરીને પક્ષીઓનું નિરીક્ષણ અને નોંધણી કરવામાં આવી હતી.
સામાન્ય નાગરિકોમાં પક્ષીઓ પ્રત્યે જાગળતિ લાવવાનો પણ ઉદ્દેશ, જામનગર બર્ડ એટલાસનો મુખ્ય ઉદ્દેશ માત્ર વૈજ્ઞાનિક ડેટા તૈયાર કરવાનો જ નહીં પરંતુ સામાન્ય શહેરીજનોને પણ પોતાના રહેણાક વિસ્તાર અને આસપાસ જોવા મળતા પક્ષીઓ અંગે માહિતી મળે અને પક્ષીઓ તથા પ્રકળતિ પ્રત્યે જાગળતિ વધે તેવો પણ છે.
જામનગરમાં પ્રથમ વખત યોજાયેલા આ પ્રકારના વૈજ્ઞાનિક સર્વેને શહેરના પક્ષીપ્રેમીઓ અને પ્રકળતિપ્રેમીઓ માટે મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહ્યો છે. આગામી બંને ઋતુના સર્વે પૂર્ણ થયા બાદ જામનગર શહેરનો વધુ વ્યાપક બર્ડ એટલાસ ડેટાબેઝ તૈયાર થશે તેવું આયોજકોએ જણાવ્યું હતું. તેમ જગત રાવલજામનગર મો.૯૪૨૬૨ ૦૮૭૮૯ ની યાદીમાં જણાવ્યું છે.
(12:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
