<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

જામજોધપુરના ઘૂનડામાં સદગુરુ જેન્‍તિરામ બાપાનો પ્રાગટય દિવસ શ્રદ્ધા-ભક્‍તિભાવ સાથે ઉજવાયો

૧૦૮ કિલોના પારદ શિવલિંગના સ્‍થાપક, અન્નસેવા અને ગુરુભક્‍તિના પ્રતીક સમાન પૂજ્‍ય બાપાને ભાવવંદનાઃ સત્‌ પુરણધામ આશ્રમે સેવા, સંસ્‍કાર અને સમર્પણની પરંપરા જાળવી રાખી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૯: સૌરાષ્‍ટ્રની પાવન ધરતી પર આવેલી ઘુનડાની પવિત્ર ભૂમિ આજે ધન્‍ય બની છે. અહીં સત્‌ પુરણધામ આશ્રમના પ્રેરણાસ્ત્રોત સદગુરુ શ્રી જેન્‍તિરામ બાપાનો પ્રાગટય દિવસ શ્રદ્ધા, ભક્‍તિ અને સેવાભાવ સાથે ઉજવાઈ રહ્યો છે. જેમના જીવનનો પ્રત્‍યેક શ્વાસ ગુરુભક્‍તિ, ધર્મ, સેવા, સદાચાર અને માનવ કલ્‍યાણને સમર્પિત રહ્યો છે, એવા પૂજ્‍ય બાપાના શ્રીચરણોમાં ભક્‍તોએ કોટિ કોટિ વંદન પાઠવ્‍યા હતા.

પૂજ્‍ય પિતા શ્રી છગનરામ બાપા અને પૂજ્‍ય માતળ શ્રી શાંતામાના આશીર્વાદથી સંસ્‍કારિત થયેલું આ જીવન બાળવયથી જ ભક્‍તિમય રહ્યું છે. માત્ર નવ વર્ષની નાની ઉંમરથી જ ભજન ગાય અને સૌને ભજનનો મર્મ સમજાવનારા પૂજ્‍ય બાપાનો સત્‍સંગ આજે પણ ભક્‍તજનો માટે લ્‍હાવો છે.

પૂજ્‍ય બાપાના આધ્‍યાત્‍મિક જીવનની સૌથી વિશિષ્ટ સિદ્ધિ એટલે સત્‌ પુરણધામ આશ્રમમાં ૧૦૮ કિલોના પવિત્ર પારદ શિવલિંગની સ્‍થાપના. આ દિવ્‍ય શિવ સ્‍વરૂપ આજે શ્રી ભાવેશ્વર મહાદેવ તરીકે બિરાજમાન છે. આ માત્ર શિવલિંગની સ્‍થાપના નથી, પરંતુ અખંડ શ્રદ્ધા, શિવ ઉપાસના અને સનાતન સંસ્‍કળતિ પ્રત્‍યેની અતૂટ નિષ્ઠાનું પ્રતીક છે. પૂજ્‍ય બાપાએ સ્‍થાપિત કરેલો સત્‌ પુરણધામ આશ્રમ માત્ર ઇંટ-પથ્‍થરનું બાંધકામ નથી, પરંતુ માનવતા અને સેવાભાવનું જીવંત કેન્‍દ્ર છે. અહીં શાળા દ્વારા બાળકોને શિક્ષણ અને સંસ્‍કાર, ચબૂતરા દ્વારા અબોલ પક્ષીઓ માટે દાણા-પાણી, ગૌસેવા અને જીવદયાની પ્રવળત્તિઓ દ્વારા લોકકલ્‍યાણની ભાવના સતત વહેતી રહે છે.

આજના પ્રાગટય દિવસ નિમિત્તે ભક્‍તોએ ગુરુના ચરણોમાં અડગ શ્રદ્ધા રાખવાનો, ભૂખ્‍યાને અન્ન આપવાનો, ગરીબની સેવા કરવાનો અને બાળકોને શિક્ષણ-સંસ્‍કાર આપવાનો સંકલ્‍પ કર્યો હતો. તેમ હિતેશ જે. શીલુ દ્વારા ભાવવંદના સાથે જણાવ્‍યું છે

(11:33 AM IST)