તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
વિસાવદર તાલુકાના માંડાવડ ગામના રાજગોર બ્રાહ્મણના સેવાભાવી ગીજુભાઈ વિકમાનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ : માંડાવડ તાલુકો વિસાવદર નિવાસી અને પૂ.મુકતાનંદજી બાપુના પરમ અને આદર્શ સેવક અને રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના પૂર્વ ઉપપ્રમુખ તથા સમસ્ત બ્રહ્મસમાજ વિસાવદરના અગ્રણી તથા અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા જ્ઞાતિ સેવક ગીજુભાઈ વિકમાનો આજે જન્મદિવસ છે.
તેમનું જીવન સુખમય આરોગ્યપ્રદ અને આનંદપ્રિય રહે અને જીવનમાં ઉતરોતર પ્રગતિ કરે અને સમાજસેવામાં કાયમ તત્પર રહે એવી દેવાધિદેવ મહાદેવને હ્દય પૂર્વકની પ્રાર્થના સહ જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા સહ અભિનંદન (મો. નં. 99097 02552)ઉપર પાઠવવામાં આવી રહયા છે.
(8:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
