તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
વાંકાનેર પાલીકામાં ભાજપનો પણ તાલુકા - જીલ્લા પંચાયતમાં કોંગ્રેસનો દબદબો
કોંગ્રેસે તા.૫માં ૨૪માંથી ૧૫ અને જી.પંમાં ૭માંથી પાંચ બેઠકો મેળવી પાંચ વર્ષ બાદ ભાજપ પાસેથી સત્તા ખુંચવી

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.૨૯: બિલખા વિસ્તારમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકોના જાહેર થયેલા પરિણામોમાં રસપ્રદ રાજકીય ચિત્ર સામે આવ્યું છે. બિલખા જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત સીટ નં. (૧) અને (૨) ભાજપના ફાળે ગઈ છે. જ્યારે બિલખા તાલુકા પંચાયત સીટ નં. (૩) બંધાળા અને સીટ નં. (૪) ચોરવાડી ખાતે આમ આદમી પાર્ટીએ જીત મેળવી પોતાની હાજરી નોંધાવી છે.
આ સમગ્ર વિસ્તારમાં જોવામાં આવે તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે મત વિભાજન થવાને કારણે ભાજપને સીધો રાજકીય લાભ મળ્યો હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. વિરોધ પક્ષના મતો અલગ અલગ વહેંચાતા ભાજપને અનેક બેઠકો પર જીત સરળ બની હોવાનું માનવામાં આવે છે.
ચૂંટણી પરિણામ બાદ વિસ્તારમાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે અને આગામી સમયમાં સ્થાનિક રાજકારણમાં નવા સમીકરણો ઉભા થવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
