તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
જુનાગઢમાં ભાજપા દ્વારા વિજયોત્સવઃ ચૂંટણીમાં પ્રચંડ અને ઐતિહાસિક વિજયને વધાવ્યો
ઢોલ-નગારાના નાદ, વંદે માતરમ્ અને ભારતમાતા કી જય ના જયઘોષ સાથે કેસરીયા માહોલ વચ્ચે કાર્યકરોએ ભાજપાના ભવ્ય વિજયની ઉજવણી કરી : નરેન્દ્રભાઈ મોદીએ પ્રસ્થાપિત કરેલી વિકાસની રાજનીતિ પ્રત્યે ગુજરાતની જનતાએ અતૂટ વિશ્વાસ અને ભરોસો દર્શાવી ભાજપાને આ પ્રચંડ વિજય અપાવ્યો છે. ગૌરવભાઇ રૂપારેલિયા : ગુજરાતની જનતાએ મતાધિકાર દ્વારા સ્પષ્ટ જવાબ આપી દીધો છે કે ગુજરાત કયારેય નકારાત્મકતાને સ્વીકારતું નથી- મેયર ધર્મેશ પોશીયા : આ વિજય વિકાસ, વિશ્વાસ, વિઝનનો વિજય છે, બૂથ સ્તરના કાર્યકર્તાઓના સમર્પણનો વિજય છે. પ્રદેશ અગ્રણી પ્રદીપ ખીમાણી

(વિનુ જોશી દ્વારા) તા.૨૯: જુનાગઢ મહાનગર ભાજપા મીડિયા વિભાગના ઇન્ચાર્જ સુરેશ પાનસુરીયા ની અખબારી યાદી જણાવે છે કે, ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જનતાના આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય અને ઐતિહાસિક વિજય થતા આજે જુનાગઢ મહાનગર ભાજપા દ્વારા સરદારબાગ જુનાગઢ ખાતે મહાનગર અધ્યક્ષ ગૌરવભાઇ રૂપારેલિયા મેયર ધર્મેશભાઈ પોશીયા તથા પ્રદેશ અગ્રણી પ્રદીપભાઈ ખીમાણી ની ઉપસ્થિતિમાં ભાજપા કાર્યકરો દ્વારા ઉત્સાહપૂર્ણ રીતે ‘વિજયોત્સવ' મનાવવામાં આવ્યો હતો. જનતા જનાર્દને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતળત્વ અને ભાજપાની વિકાસની રાજનીતિ પર અતૂટ વિશ્વાસ મૂકીને જે પ્રચંડ જનાદેશ આપ્યો છે, તેને વધાવવા માટે મોટી સંખ્યામાં કાર્યકરો પ્રદેશ કાર્યાલય પર પધાર્યા હતાં. ઢોલ-નગારાના નાદ, વંદે માતરમ્ અને ભારતમાતા કી જય ના જયઘોષ સાથે કેસરીયા માહોલ વચ્ચે કાર્યકરોએ આ વિજયને વધાવ્યો હતો.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી - ૨૦૨૬માં ભારતીય જનતા પાર્ટીને જનતા જનાર્દનનું પ્રચંડ જનસમર્થન મળ્યું છે
મહાનગર અધ્યક્ષ ગૌરવભાઇ રૂપારેલિયા એ ગુજરાત સાથે જુનાગઢ જીલ્લાની જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત જણાવ્યું હતું કે, વડાઙ્ઘધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રસ્થાપિત કરેલી વિકાસની રાજનીતિ પ્રત્યે ગુજરાતની જનતાએ અતૂટ વિશ્વાસ અને ભરોસો દર્શાવી ભાજપાને આ પ્રચંડ વિજય અપાવ્યો છે.
મહાનગરપાલિકા મેયર ધર્મેશભાઈ પોશીયા એ જણાવ્યું કે, જનતાએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતળત્વ અને છેલ્લા ૩૦ વર્ષથી વિકાસની રાજનીતિ પર જે ભરોસો મૂકયો છે તે આજે પણ યથાવત છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગળહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતળત્વ તેમજ નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના નેતળત્વમાં ગુજરાતની વિકાસયાત્રા અવિરત આગળ વધી રહી છે અને ગુજરાત સતત પ્રગતિ કરી રહ્યું છે.
પ્રદેશ અગ્રણી પ્રદીપભાઈ ખીમાણીએ આ જીતને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિનો વિજય ગણાવતા કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશના ગળહમંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માના નેતળત્વમાં ગુજરાતના ખૂણેખૂણે આજે ‘કમળ' ખીલ્યું છે. શ્રી સંઘવીએ આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, અન્ય રાજ્યોના ખેડૂતો અને ગરીબોના હિતના કરોડો રૂપિયા વાપરીને જે રીતે ગુજરાત અને તેના નાગરિકોને બદનામ કરવાનું ષડયંત્ર રચાયું હતું, તેનો જવાબ જનતાએ આપી દીધો છે. આજે જનતાએ પુરવાર કર્યું છે ગુજરાતની જનતા અને ભાજપા વિશ્વનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે. તેમણે કોરોના, પૂર અને અતિવળષ્ટિ જેવી કપરી પરિસ્થિતિમાં ખડેપગે સેવા આપનારા લાખો કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા.
આજના કાર્યક્રમમાં મહાનગર અધ્યક્ષ ગૌરવભાઈ રૂપારેલિયા મેયર ધર્મેશભાઈ પોશિયા પ્રદેશ અગ્રણી પ્રદીપભાઈ ખીમાણી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલવીબેન ઠાકર મહામંત્રીશ્રીઓ જયેશભાઈ ધોરાજીયા વિનુભાઈ અને મિલનભાઈ ભટ્ટ તેમજ મહિલા મોરચાના બહેનો તેમજ ભારતીય જનતા પાર્ટીની મુખ્ય ટીમ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર તેમજ યુવા મોરચાના કાર્યકર્તાશ્રીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવવામાં ખૂબ જ મહેનત ઉઠાવી હતી. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
