તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th April 2026
ગોંડલમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટનઃ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના વિરોધીઓ પર આકરા પ્રહારઃ મિરઝાપુરનાં બોડીયા લઈ ઉચાળા ભરવા પડશે

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૧૭: ગોંડલ શહેર તેમજ તાલુકા ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ધાટન પ્રસંગે રાજકીય માહોલ ગરમાયો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ વિરોધ પક્ષો પર કટાક્ષ કરતા તીખું નિવેદન આપ્યું હતું,
કાર્યાલયના ઉદ્ધાટન બાદ જનમેદનીને સંબોધતા જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ભાજપની દિન-પ્રતિદિન વધતી જતી લોકપ્રિયતા અને ડબલ એન્જિન સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસના કાર્યોને જોઈને વિરોધીઓ હવે ગભરાઈ ગયા છે. તેમની પાસે કોઈ નક્કર મુદ્દા ન હોવાથી તેઓ હતાશામાં આવી ગયા છે
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વિરોધીઓ પોતાની રાજકીય જમીન બચાવવા માટે ખોટા આક્ષેપો કરી રહ્યા છે અને જનતાને ભ્રમિત કરવાનો નિષ્ફળ ઙ્કયાસ કરી રહ્યા છે.ગોંડલ ને બદનામ કરવા મિરઝાપુરનાં બોડીયા લઇ ફરનારાઓને તા.૨૮ ના બોડીયા લઇ ઉચાળા ભરવા પડશે. લોકો એ ભાજપ ને ૨૩ બેઠકો બીનહરીફ આપી આવા તત્વો ને તમાચો માર્યો છે. બીજો તમાચો તા.૨૮નાં લાગવકનો છે. આ સર ભગવતસિહનું ગોંડલ છે. મિરઝાપુર નહી તેવુ આક્રમક શૈલી માં તેમણે જણાવ્યું હતું.
જયરાજસિંહે જણાવ્યું કે ગોંડલની જનતા ભાજપના વિકાસ કાર્યોથી વાકેફ છે અને આવા પાયાવિહોણા પ્રચારોમાં આવશે નહીં તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
