<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th October 2026

મોરબીમાં ભાજપનું મંથન: રવિવારે મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક

સૌરાષ્ટ્રભરના 300 થી વધુ ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મંથન: બપોરે 1 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી બેઠક

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :રવિવારે  25 ઓક્ટોબરના રોજ મોરબીના કમલમ ખાતે ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં સંગઠનના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. જેમાં ખાસ ક૨ીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ અને સંગઠન મહામંત્રી રતાકરજી ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપશે.
 મોરબીના કમલમમાં યોજાનારી આ સૌરાષ્ટ્ર ઝોનની બેઠકમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ભાજપના વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. જેમાં મહાનગરોના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, તાલુકા પંચાયતના પ્રમુખો, નગરપાલિકાના પ્રમુખો, તેમજ સૌરાષ્ટ્રના તમામ ધારાસભ્યો અને સાંસદ સભ્યો મળીને કુલ 300 થી વધુ ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજરી આપશે.
આ મહત્વની બેઠક બપોરે 1:00 વાગ્યાથી શરૂ થશે અને અંદાજે અઢીથી ત્રણ કલાક એટલે કે સાંજે 3:30 થી 4:00 વાગ્યા સુધી ચાલશે. આ બેઠકમાં આગામી કાર્યક્રમો, સંગઠનની કામગીરી અને વિકાસના કાર્યો અંગે સીએમ ભૂપેન્દ્રભાઈ  પટેલ અને રતાકરજી દ્વારા અગત્યનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે

(5:11 PM IST)