તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
મોરબી અને પોરબંદર મહાનગરપાલિકામાં ભાજપે તમામ 52-52 બેઠકો પર વિજય મેળવીને ઈતિહાસ રચ્યો
નડિયાદ અને સુરેન્દ્રનગરમાં 52 માંથી 51 બેઠકો અને નવસારીમાં 52 માંથી 50 બેઠકો જીતીને ભાજપે વિપક્ષના સૂપડાં સાફ કરી દીધા

અમદાવાદ :ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે, જેમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ રાજ્યભરમાં પ્રચંડ જીત મેળવી છે
રાજ્યની તમામ 15 મહાનગરપાલિકાઓમાં ભાજપે 'ક્લીન સ્વીપ' કરીને વિરોધ પક્ષોને પરાસ્ત કર્યા છે
મોરબી, પોરબંદર, મહાનગરપાલિકામાં ભાજપે તમામ 52-52 બેઠકો પર વિજય મેળવીને ઈતિહાસ રચ્યો છે. તેવી જ રીતે નડીયાદમાં પણ તમામ બેઠકો પર ભગવો લહેરાયો છે. સુરેન્દ્રનગરમાં 52 માંથી 51 બેઠકો અને નવસારીમાં 52 માંથી 50 બેઠકો જીતીને ભાજપે વિપક્ષના સૂપડાં સાફ કરી દીધા છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) માટે આ પરિણામો રકાસ સમાન સાબિત થયા છે, જ્યાં મોટાભાગની પાલિકાઓમાં વિપક્ષને બે આંકડા સુધી પહોંચવામાં પણ ફાંફા પડ્યા છે.
(8:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
