<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

ગોંડલના ભાજપ અગ્રણી ગણેશભાઈ જાડેજાએ મતદાન કરી નિભાવી નાગરિક ફરજ : લોકશાહીને મજબૂત બનાવવા કરી અપીલ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરી આપ્યો સંદેશ, કહ્યું- વિકાસ માટે દરેક મત કિંમતી; મતદારો ઉત્સાહભેર સહભાગી બને

ગોંડલ તા.૨૬ : સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026 અંતર્ગત ગોંડલના ભાજપ અગ્રણી ગણેશભાઈ જાડેજાએ રવિવારે મતદાન મથકે પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી નાગરિક તરીકેની ફરજ નિભાવી હતી.

મતદાન બાદ ગણેશભાઈ જાડેજાએ જણાવ્યું કે, લોકશાહીના આ મહાપર્વમાં દરેક નાગરિકે સહભાગી થવું જોઈએ. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ આપણા રોજિંદા જીવન સાથે સીધી જોડાયેલી છે, જ્યાંથી રસ્તા, પાણી, વીજળી, સફાઈ જેવી પાયાની સુવિધાઓ નક્કી થાય છે.

તેમણે વધુમાં કહ્યું કે, મજબૂત લોકતંત્ર અને ગામ-શહેરના વિકાસ માટે યોગ્ય, પ્રામાણિક અને કર્તવ્યનિષ્ઠ પ્રતિનિધિની પસંદગી જરૂરી છે. એક-એક મતથી સ્થાનિક સરકાર બને છે અને વિકાસની દિશા નક્કી થાય છે.

ગણેશભાઈ જાડેજાએ ગોંડલ શહેર અને તાલુકાના તમામ મતદારોને અપીલ કરતાં જણાવ્યું કે, લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર સહભાગી થઈએ અને વધુમાં વધુ મતદાન કરીને પોતાના વિસ્તારના ઉજ્જવળ ભવિષ્ય માટે યોગદાન આપીએ.(તસ્વીર:ભાવેશ ભોજાણી-ગોંડલ)

(1:20 PM IST)