તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th April 2026
જામનગર મહાનગર પાલિકા ચૂંટણીમાં ભાજપે વિજયી ખાતું ખોલાવ્યું:વોર્ડ નં. ૧૪ માં રીટાબેન જોટંગિયા બિનહરીફ
૬૪ બેઠકોમાંથી ૬૩ બેઠકો ઉપર ચુંટણી જંગ જામશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૬: જામનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મજબૂત શરૂઆત નોંધાવી છે. વોર્ડ નંબર ૧૪ બક્ષીપંચ મહિલા અનામત ની બેઠક પર ના ભાજપની મહિલા ઉમેદવાર રીટાબેન જોટંગિયા ચૂંટણી મેદાનમાં હતાં.
ચોંકાવનારી વાત એ રહી કે આ બેઠક પર કોઈપણ પ્રતિસ્પર્ધી ઉમેદવારની ઉમેદવારી માન્ય રહી નહોતી, અને પ્રતિસ્પર્ધી અમેજગારોના ઉમેદવારી પત્રો રદ થયા હતા. પરિણામે રીટાબેન જોટંગિયાનું ફોર્મ એકમાત્ર માન્ય રહેતાં તેઓ બિનહરીફ વિજેતા જાહેર થયા છે.
આ વિજય સાથે ભાજપે ચૂંટણીના પ્રારંભમાં જ પોતાની મજબૂત સ્થિતિ દર્શાવી છે. કાર્યકરોમાં ઉત્સાહની લહેર જોવા મળી હતી, આ વોર્ડ માં સ્થાનિક કાર્યકરો તેમજ અન્ય ઉમેદવારો વગેરેએ ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી વિજયની ઉજવણી કરવામાં આવી હતી.
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બીનાબેન કોઠારીએ રીટાબેન ઝોટંગિયાને અભિનંદન પાઠવ્યા હતા. આ સમીકરણ બાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં હવે ૬૩ બેઠકો ઉપર જંગ જામશે. હવે ૬૪ બેઠકોમાંથી ૬૩ બેઠકો ઉપર ચૂંટણી જંગ જામશે
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
