News of Tuesday, 28th April 2026
સોૈરાષ્ટ્ર-કચ્છમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપનો જયજયકાર
જામનગર, મોરબી, પોરબંદર કોર્પોરેશન, જીલ્લા- તાલુકા પંચાયત, ૧૮ પાલિકામાં ભાજપના ઉમેદવારો આગળઃ કોંગ્રેસ પણ અમુક બેઠકો ઉપર વિજેતાઃ આમ આદમી પાર્ટીએ ખાતુ ખોલ્યુ

રાજકોટ, તા.૨૮: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનું પરિણામ જાહેર થતા જ ભાજપનો જયજયકાર થયો છે. અનેક બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો વિજેતા થયા છે.
આજે સવારથી ઇવીએમ મશીન ખુલ્યા હતા અને મતગણતરી શરૂ થઇ હતી.
પ્રારંભથી જ રાજકોટ, જામનગર, ભાવનગર, પોરબંદર, કોર્પોરેશનમાં ભાજપના ઉમેદવારો વિજેતા થવા લાગ્યા હતા.
આ ઉપરાંત નગરપાલિકા તથા જીલ્લા તાલુકા, પંચાયતની જુદી-જુદી બેઠકો ઉપર પણ ભાજપે વિજય મેળવ્યો છે.
જયારે આમઆદમી પાર્ટી એ પણ અનેક જગ્યાએ વિજય મેળવ્યો છે.
આ ઉપરાંત કોંગ્રેસના ઉમેદવારો પણ અમુક જગ્યાએ વિજેતા થયા છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૮: જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની મતગણતરી પ્રક્રિયાનો આજે સવારે ૯:૦૦ વાગ્યાથી સત્તાવાર પ્રારંભ થયો છે. વિવિધ મતગણતરી કેન્દ્રો બહાર ઉમેદવારોના ટેકેદારો મોટી સંખ્યામાં હાજર રહેતા ચહલપહલભર્યો માહોલ જોવા મળી રહ્યો છે.
જામનગર મહાનગરપાલિકાના ૧૬ વોર્ડની મતગણતરી હરિયા કોલેજ ખાતે ચાલી રહી છે. જામનગર જિલ્લાના કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી પી.બી. પંડ્યા આજે વહેલી સવારે હરિયા કોલેજના મતગણતરી સ્થળે આવી પહોંચ્યા હતા. તેમણે સમગ્ર મતગણતરીની વ્યવસ્થાનું બારીકાઈથી મોનિટરિંગ કરી નિરીક્ષણ કર્યું હતું. તેમની રાહબરી હેઠળ ચૂંટણી સ્ટાફ દ્વારા મતગણતરીનો પ્રારંભ કરાયો છે.
આ ઉપરાંત જામનગર જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની મતગણતરી ઓસવાળ ઇંગ્લિશ એકેડેમીમાં યોજાઈ રહી છે. તાલુકા પંચાયતની કેટલીક મતગણતરી લાલપુર, જામજોધપુર, કાલાવડ, ધ્રોળ, જોડીયા સહિતના તાલુકા મથકો પર પણ હાથ ધરવામાં આવી છે. સિક્કા નગરપાલિકાની મતગણતરી ડીસીસી ટેકનિકલ હાઈસ્કૂલ, દિગ્વિજય ગ્રામ (સિક્કા) ખાતે કરવામાં આવી રહી છે.
કાલાવડ તાલુકા પંચાયતની બેઠકો ખેડા આણંદપર ગામની એક બેઠક પ્રારંભમાં ભાજપે જીત લીધી છે.
ગોંડલ
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલઃ તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી સેન્ટમેરી સ્કુલ ખાતે થતા તાલુકા પંચાયતની કુલ ૨૧ બેઠકો પૈકી આંબરડીની બેઠક ભાજપે જીતી લઇ વિજયના શ્રી ગણેશ કર્યા છે. આંબરડી બેઠક પર ભાજપના રીટાબેન રાંક વિજેતા જાહેર થયા છે. હજી ગણતરી ચાલુ છે. તાલુકા પંચાયતની દાળીયા બેઠક અગાઉ બીનહરીફ થઇ છે.
* ચોટીલા નગરપાલિકામાં કોંગ્રેસની આખી પેનલનો વિજય,
* માળીયાહાટીનામાં આમ આદમી પાર્ટીનું ખાતું ખૂલ્યું
* અંબાજી તાલુકા પંચાયતમાં કોંગ્રેસના રવિ સોલંકી વિજેતા
* અમરેલીની નવી હડીયાલ તાલુકા પંચાયતમાં AAPની જીત
* પાલીતાણા નગરપાલિકા વોર્ડ નંબર ૧માં ભાજપના કિરીટ સાગઠીયા અને ઓમદેવ સિંહ સરવૈયાની જીત
* અમરેલી વિધાનસભા વિસ્તારની બાંભડિયા તાલુકા પંચાયત બેઠક પર AAPની જીત ૩૪૫ મતોથી દયાબેન સંજયભાઈ ગજેરા વિજેતા બનતા ઉજવણીનો માહોલ
* ધારી વિધાનસભા વિસ્તારની લુન્ઘિયા તાલુકા પંચાયત બેઠક પર AAPની જીત, ૨૦૦ મતોથી ત્રુપેશ ભેસાણિયા વિજેતા બનતા કાર્યકરોમાં ખુશીની લહેર
* ખંભાળિયા પાલિકામાં વોર્ડ નંબર એકમાં અપક્ષ ઉદય ગઢવી વિજેતા અને ત્રણ ભાજપના ઉમેદવારો વિજેતા થયા
* ભાજપના અન્ય ત્રણ ઉમેદવારો દક્ષાબેન અનિલભાઈ વારીયા મધુબેન નકુમ અને લખમણ જેઠાભાઈ પણ વિજેતા
* સલાયામાં આમ આદમી પાર્ટીનો વિજય, વોર્ડ નંબર ૩ માં આપ ના ઉમેદવાર જીત્યા
* ગુલમામદ અબ્દુલ કારા ભેનકવાડ અને ચોખંડા તાલુકા પંચાયતમાં આપનો વિજય
* ખંભાળિયા તાલુકા પંચાયતમાં ભાજપના બજાણા બેઠક પરથી ઉમેદવારે જીતી ખાતું ખોલાવ્યું, પ્રભાબેન ભાવિનભાઈ નંદાણીયા જે પૂર્વ તાલુકા પંચાયત નંદાણીયાના પરિવારના છે, તેમણે ભાજપમાંથી વિજય મેળવ્યો છે, ૨૪માંથી પ્રથમ બેઠક ભાજપને ફાળે ગઈ છે, ખંભાળિયા તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન આવવાની સંભાવના જ છે કેમકે અગાઉ બે બેઠક જીતેલી છે.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
