<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

જીલ્લા પંચાયતના પડધરી બેઠક ઉપર ભાજપનો વિજય

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરીઃ તા.૨૮: પડધરી જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપની જીત પડધરી તાલુકાની મહત્‍વની અને કાંટેકી ટક્કર જેવી પડધરી સીટ પર કોંગ્રેસના પાટીદાર ઉમેદવાર ભારતીબેન ધીરૂભાઇ તળપદા સામે ક્ષત્રીય અગ્રણીય, અનિરૂધ્‍ધસિંહ જાડેજા (હડમતીયા જં.-)ના પુત્રવધુ, શ્રીમતી રાધિકાબા ભવ્‍યરાજસિંહ જાડેજા, ૨૭૯ મતની સરસાઇથી જીત મેળવી છે.

રાજકોટ જીલ્લા પંચાયતની સરપદડ બેઠક પર ભાજપનો ભવ્‍ય વિજય, ૩૪૦૦ મતોની સરસાંઇથી જગદીશભાઇ પરમારનો ભવ્‍ય વિજય.

પડધરી તાલુકા પંચાયતની ૧૬ પૈકી ૧૨ બેઠક પર ભાજપની ભવ્‍ય વિજય જ્‍યારે ૪ બેઠકો પર કોંગ્રેસ સફળતા મેળવી છે, જ્‍યારે આમ આદમી પાર્ટીના એક પણ ઉમેદવાર સફળ રહ્યા નથી તમામનો કારમો પરાજય થયો.

રાજકોટ જીલ્લા પંચાયતની પડધરી અને સરપદડ બન્ને બેઠકો ભાજપના ફાળે પડધરી શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં ભગવો લહેરાયો.

(5:26 PM IST)