તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
જામનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપનો દબદબો યથાવત, વોર્ડ નં.૧૩માં આખી પેનલ વિજેતા
વિરોધ પક્ષને ઝટકો, નેતા ધવલ નંદા પરાજિત; ભાજપે વધુ એક વોર્ડમાં ક્લીન સ્વીપ નોંધાવ્યો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર૮ : મહાનગરપાલિકાની ચાલી રહેલી ચૂંટણીમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે. વધુ એક વોર્ડમાં ભાજપે શાનદાર પ્રદર્શન કરતાં વોર્ડ નંબર ૧૩માં આખી પેનલ વિજેતા બની છે.
આ વોર્ડમાં વિરોધ પક્ષના અગ્રણીઓમાંના એક ધવલ નંદા ચૂંટણી મેદાનમાં હતા, છતાં તેમને પરાજયનો સામનો કરવો પડ્યો છે. ભાજપના ઉમેદવારો મજબૂત પ્રદર્શન કરીને ક્લીન સ્વીપ નોંધાવ્યો છે, જે પાર્ટી માટે વધુ એક મોટી જીત તરીકે જોવામાં આવી રહી છે.
મતગણતરી દરમિયાન ભાજપે સતત આગળ વધતા પોતાના પ્રભાવને મજબૂત બનાવ્યો છે, જ્યારે વિરોધ પક્ષને આ વોર્ડમાં નોંધપાત્ર ઝટકો લાગ્યો છે.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
