તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd April 2026
જામનગરમાં ભાજપનું યુવતી સંમેલન તથા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયુ : પ્રથમ વખત મતદાન કરનાર યુવતીઓને મતદાન પદ્ધતિની માહિતી અપાઈ: ઘોષણાપત્ર પર ઉદબોધન
શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, પ્રભારી ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ અંજુબેન વેકરીયા, પ્રદેશ મહિલા મોરચા ઉપપ્રમુખ અરુણાબેન ચૌધરી સહિતના ઉપસ્થિત

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૨૩ : જામનગર શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવતી સંમેલન તથા પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ભાજપના ઘોષણાપત્ર ઉપર ઉદબોધન કરવામાં આવ્યું હતું તેમજ ભારતીય જનતા પાર્ટીને બહોળી સંખ્યામાં મતદાન કરી વિજય બનાવવા અપીલ કરવામાં આવી હતી.
યુવતી સંમેલનમાં જે પહેલી વખત મતદાન કરવા જવાના છે તેઓને મતદાનની પદ્ધતિ વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા. વક્તાઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે આરોગ્ય, પ્રાથમિક સુવિધા, સ્વચ્છતા, શિક્ષણ અને સામાજિક સુરક્ષા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. જામનગર શહેરમાં છેલ્લા બે દાયકામાં હાઈટેક ફ્લાયઓવર બ્રિજ, ફાટક રહિત રેલવે ક્રોસિંગ, ૪ માર્ગીય રસ્તાઓ સહિત અનેક વિકાસના કામો થયા છે.
આ સંમેલનમાં શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, પ્રભારી ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ અંજુબેન વેકરીયા, પ્રદેશ મહિલા મોરચા ઉપપ્રમુખ અરુણાબેન ચૌધરી, શહેર મહિલા મોરચાના પ્રભારી ફાલ્ગુનીબેન વ્યાસ, મહામંત્રી વિજયસિંહ જેઠવા, ભાવેશ ઠુમ્મર, મૃગેશ દવે, ગોવાશિપ યાર્ડના ડાયરેક્ટર હસમુખભાઈ હિંડોચા, શહેર મહિલા મોરચા અધ્યક્ષ દક્ષાબેન અગ્રાવત, વસંતભાઈ ગોરી, સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજના ટ્રસ્ટી પિયુષભાઈ પટેલ, શહેર મહિલા મોરચાના મહામંત્રી નિકિતાબેન કુંવરિયા અને અવનીબેન ત્રિવેદી સહિત પ્રથમ વાર મતદાન કરવા જઈ રહેલ યુવતીઓ તથા પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
