<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

પોરબંદર મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત

૧૧ બિનહરીફ અને ૪૧ બેઠકો ઉપર વિજય મળીને કુલ બાવન બેઠકો ઉપર ભાજપનો ઝળહળતો વિજયઃ વિરોધીઓના સુપડાં સાફ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૮: નવરચિત પોરબંદર મહાનગર પાલિકાની પ્રથમ ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત થઇ છે અગાઉ ૧૧ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા બાદ ૪૧ બેઠકોની યોજાયેલી ચૂંટણી ઉપર ભાજપનો વિજય મળીને કુલ પર બેઠકો ઉપર ભાજપનો ઝળહળતો વિજય થયો છે.

મહાનગરપાલિકાના ૧૩ વોર્ડની પર બેઠકો ઉપર ચૂંટણી યોજાઇ હતી જેમાં ૧૧ બેઠકો ઉપર ભાજપ બિનહરીફ થયેલ છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં શહેર ભાજપ પ્રમુખ સાગરભાઇ મોદી વોર્ડ નં. ૯ માંથી વિજેતા થયેલ છે. ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ખ્‍યાતિબેન સંજયભાઇ લોઢારી વોર્ડ નં. ૮માંથી તેની પેનલ સાથે ચૂંટણી જીતી ગયાં છે.

મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને સ્‍પષ્‍ટ બહુમતી મળી છે શહેરના મોટા ભાગના વિસ્‍તારોમાં પુરતા વિકાસ કામો થયાં ન હોવા છતાં ભાજપને બહુમતીને કેટલાક આヘર્યજનક પરીણામો ગણાવી રહ્યાં છે. ચર્ચા છે કે કેટલીક જગ્‍યાએ ક્રોસ વોટીંગ થયું હતું.

મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિપક્ષોને ૮ થી ૧૦ બેઠકો મળે તેવી શકયતા હતી પરંતુ વિરોધ પક્ષના સુપડા સાફ થઇ ગયાં છે રાજકીય વિશ્‍લેષકો માને છે કે રાજકારણમાં વિપક્ષો પણ જરૂરી છે. ચૂંટણીના પરીણામો બાદ ભાજપની નવી બોડી બનશે ત્‍યારે શહેરમાં પુરતા વિકાસ કામોમાં ધ્‍યાન અપાશે કે કેમ? તે પ્રશ્‍ન ચર્ચામાં છે. શહેરના કેટલાંક વોર્ડમાં વિકાસ કામો થતાં નહોતા છતાં આ વોર્ડમાંથી વિસ્‍તાર ભાજપના ઉમેદવારોની જીત થઇ છે ભાજપને સ્‍પષ્‍ટ બહુમતી બાદ વિકાસ કામોમાં ધ્‍યાન અપાય તેવી માગણી શરૂ થઇ છે.

વોર્ડ નં.૬માં ભાજપના અફઝલ યુસુફ અફેડની (પટેલ)ની પેનલ વિજેતા : મહાનગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નં.૬માં ભાજપ દ્વારા પ્રથમ વખત મુસ્‍લીમ ઉમેદવારને ટીકીટ અપાઇ હતી. વોર્ડ ૧૦માં અગાઉ બે બેઠકો ઉપર ભાજપ વિજેતા થયેલ અને બાકીની બે બેઠકો ઉપર ચૂંટણીમાં ભાજપના સાગરભાઇ ઓડેદરા ૨૫૫૯ મતો, અને ભરતભાઇ વાઘ ૨૭૧૯ મતો સાથે વિજેતા થયેલ છે.

મહાનગરપાલિકા વોર્ડ નં. ૯માં ભાજપની પેનલના સાગરભાઇ મોદીને ૪૧૯૭ મત, ક્રિષ્‍નાબેન રાજાણીને ૪ર૪૪ મત, મીતાબેન જોષીને ૩૮ર૬ મત, તથા વિક્રમભાઇ ઓડેદરા (પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ) ને ૩પ૬૬ મત મળતા વિજેતા થયેલ છે.

વોર્ડ નં. ૧૦માં ભાજપના સાગરભાઇ ઓડેદરા રપપ૯ મત અને ભરતભાઇ ર૭૧૯ મતથી વિજેતા થયેલ છે.

વોર્ડ નં. ૮માં ભાજપની પેનલ વિજેતાઃ ભાજપની પેનલમાં ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ખ્‍યાતિબેન સંજયભાઇ લોઢારીને પ૯૪ર મત, ગંગાબેન નાનજીભાઇ કાણકિયાને પ૭૧૭ મત, મનીષભાઇ શિયાળને પપ૧૩ મત અને રાજેશભાઇ અરજણભાઇની ૪૯૦૯ મત સાથે જીત થઇ છે.

પોરબંદર જિલ્લા પંચાયતની અડવાણા બેઠક ઉપર સમજુબેન બાબુભાઇ કારાવદરા (ભાજપ) અમરદળમાં ભાવિશાબેન પ્રતીકભાઇ રાઠોડ (ભાજપ) અને ભોદ બેઠક નયનાબેન રમેશભાઇ જોષી (ભાજપ) વિજેતા થયેલ છે.

રાણાવાવ નગરપાલીકા પેટા ચુંટણીમાં વોર્ડ નં. ૬ માં સમાજવાદી પાર્ટીના રણવીરભાઇ ભુતીયા ૮૭૪ મતથી વિજેતા થયા છે.

પોરબંદર તાલુકા પંચાયતની બળેજ બેઠક ઉપર ભાજપના મીનાક્ષીબેન સાદીયાનો ૬૪૩ મતોથી વિજયી થયા છે. (૭.ર૮)

પોરબંદર જીલ્લામાં આપનું ખાતુ ખુલ્‍યું

અર્જુનભાઇ મોઢવાડીયાના ગામમાંજ ‘ઝાડુ' ફરી વળ્‍યું

પોરબંદરઃ રાજયના કેબીનેટ મંત્રી અર્જુનભાઇ મોઢવાડિયાના વતન મોઢવાડાની તાલુકા પંચાયતની સીટ ઉપર આમ આદમી પાર્ટીના શાંતિબેન હિતેશભાઇ મોઢવાડિયાની ૪ર મતોથી જીત થઇ છે. મોઢવાડાની બેઠક ઉપર ‘આપ' દ્વારા ગાબડું. (

(3:54 PM IST)