તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના મતવિસ્તારમાં જસદણ અને વિછીયા બંને તાલુકા પંચાયતમાં ભાજપનો શાનદાર વિજય
જસદણ તાલુકા પંચાયતની કુલ 22 બેઠકોમાંથી ભાજપની 15 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી: આમ આદમી પાર્ટીએ 6 બેઠકો જીતીને પ્રથમ વખત પોતાનું ખાતું ખોલાવ્યું :વિછીયા તાલુકા પંચાયતની 18 બેઠકોમાંથી ભાજપે 14 બેઠકો પર કબજો કર્યો

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકા પંચાયતની કુલ 22 બેઠકોના પરિણામ જાહેર થયા છે, જેમાં ભાજપે 15 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે અને પંચાયત પર કબજો કર્યો છે. આ પરિણામથી મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના મતવિસ્તારમાં જસદણ અને વિછીયા બંને તાલુકા પંચાયતમાં ભાજપની ભવ્ય જીત નોંધાઈ છે. ખાસ નોંધનીય છે કે આ વખતે જસદણમાં આમ આદમી પાર્ટીએ 6 બેઠકો જીતીને પ્રથમ વખત પોતાનું ખાતું ખોલાવ્યું છે, જ્યારે કોંગ્રેસને માત્ર 1 બેઠક મળી છે. અગાઉ ગત ટર્મમાં કોંગ્રેસનું એકહથ્થું શાસન હતું, પરંતુ આ વખતે સમીકરણ સંપૂર્ણપણે બદલાઈ ગયા છે.
વિછીયા તાલુકા પંચાયતની 18 બેઠકોમાંથી ભાજપે 14 બેઠકો પર કબજો કર્યો છે અને કોંગ્રેસને 4 બેઠકો મળી છે. આ સાથે વિછીયા તાલુકા પંચાયત પર પણ પ્રથમ વખત ભાજપે સત્તા હાંસલ કરી છે. ઉપરાંત રાજકોટ જિલ્લા પંચાયતની પાંચ બેઠકોમાં ભાજપે જીત નોંધાવી છે, જેમાં આટકોટ, સાણથલી, ભાડલા, શિવરાજપુર અને કમળાપુર બેઠકનો સમાવેશ થાય છે. વિછીયા તાલુકાની ત્રણ જિલ્લા પંચાયત બેઠકો — વિછીયા, પીપળી અને બદલી — પર પણ ભાજપે જીત મેળવી છે. આ પરિણામોથી મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનો ગઢ વધુ મજબૂત બન્યો છે અને કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.
(6:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
