News of Thursday, 30th April 2026
ધોરાજીના ઝાંઝમેર તાલુકા પંચાયતની સીટ પર ભાજપના ખીમીબેન કટારાનો વિજય
સરપંચ કિરણબેન બગડાની મતદારોને મતદાન મથક સુધી લઈ આવવાની મહેનત રંગ લાવી

ધોરાજી,તા.૩૦: તાલુકાના ઝાંઝમેર ગામ ખાતે યોજાયેલ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ખીમીબેન કટારાએ ઐતિહાસિક વિજય મેળવી સફળતા મેળવી છે.
આ જીત પાછળ ગામના સરપંચ કિરણબેન બગડાની અથાગ મહેનત અને ભાજપ ના હોદેદારો ધારાસભ્ય પૂર્વ સાંસદ સહિત ના મહિલા આગેવાનો સહિતના દ્વારા સુવ્યવસ્થિત આયોજન મુખ્ય કારણ તરીકે સામે આવ્યું છે. કિરણબેન બગડાએ ટીમ સાથે મળીને મજબૂત પ્રચાર અભિયાન ચલાવી મતદારોનો વિશ્વાસ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ખીમીબેન કટારાએ પોતાની જીતને ગામના દરેક મતદારોને સમર્પિત કરતા જણાવ્યું હતું કે ઝાંઝમેર ગામના વિકાસને વધુ ગતિશીલ અને વેગવંતુ બનાવવા માટે તેઓ નિષ્ઠાપૂર્વક પ્રયત્નશીલ રહેશે. તેમણે ગામમાં મૂળભૂત સુવિધાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જનકલ્યાણના કાર્યોને પ્રાથમિકતા આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ ઐતિહાસિક વિજયથી ભાજપના કાર્યકરોમાં નવી ઉર્જા અને ઉત્સાહ જોવા મળ્યો છે અને આવનારા સમયમાં વિકાસના નવા અધ્યાયની શરૂઆત થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. (તસ્વીરઃ- કિશોર રાઠોડ)
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
