<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

ધ્રોલ તાલુકા પંચાયતમાં ભાજપનો ભવ્‍ય વિજય : ૧૬માંથી ૧૪ બેઠકો કબજે, કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો

૧ બેઠક બિનહરીફ સહિત ભાજપે બતાવ્‍યું વર્ચસ્‍વઃ AAPએ ૨ બેઠકો સાથે ખાતુ ખોલાવ્‍યું, કાર્યકરોમાં વિજય સરઘસ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા. ૨૮: ધ્રોલ તાલુકા પંચાયતની ૧૬ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના આજે જાહેર થયેલા સત્તાવાર પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્‍ય વિજય મેળવીને સત્તાનું સૂત્ર સંભાળ્‍યું છે.

કુલ ૧૬ બેઠકોમાંથી ૧ બેઠક અગાઉ જ બિનહરીફ જાહેર થઈ હતી, જ્‍યારે બાકીની ૧૫ બેઠકો પર આજે મતગણતરીના અંતે ભાજપે પોતાનું વર્ચસ્‍વ સાબિત કર્યું છે. ચૂંટણીના આંકડાકીય પરિણામો મુજબ ભાજપે ૧૪ બેઠકો મેળવી છે, જ્‍યારે આમ આદમી પાર્ટીએ ૨ બેઠકો સાથે ખાતું ખોલાવ્‍યું છે.

બીજી તરફ સ્‍થાનિક રાજકારણમાં મજબૂત ગણાતી કોંગ્રેસ પાર્ટી માટે આ પરિણામો અત્‍યંત આઘાતજનક રહ્યા છે. પક્ષ એક પણ બેઠક જીતવામાં નિષ્‍ફળ રહેતા તેના ‘સુપડા સાફ' થઈ ગયા છે.

આ ભવ્‍ય વિજય બાદ ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્‍સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને વિજય સરઘસ સાથે ઉજવણી શરૂ કરી દેવામાં આવી છે. આ પરિણામો આગામી સમયમાં ધ્રોલના સ્‍થાનિક રાજકારણમાં ભાજપની મજબૂત પકડ દર્શાવે છે.

(1:15 PM IST)