News of Tuesday, 28th April 2026
મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપનો ઝળહળતો વિજય: 24માંથી 17 બેઠકો કબજે
કોંગ્રેસને 7 બેઠકો મળી; ભાજપે બહુમતી સાથે સત્તા જાળવી રાખી

મોરબી, તા. 28 : મોરબી જિલ્લા પંચાયતની ચૂંટણી 2026નું પરિણામ જાહેર થઈ ગયું છે. કુલ 24 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ 17 બેઠકો જીતી સ્પષ્ટ બહુમતી મેળવી છે અને સત્તા જાળવી રાખી છે.ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને 7 બેઠકો પર સફળતા મળી છે. આમ આદમી પાર્ટીનું ખાતું ખુલી શક્યું નથી.
મહાનગરપાલિકા બાદ જિલ્લા પંચાયતમાં પણ ભાજપે વર્ચસ્વ જાળવ્યું છે. 17 બેઠકો સાથે ભાજપ જિલ્લા પંચાયત પર કબજો જમાવશે. પરિણામ જાહેર થતાં જ ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે અને વિજયની ઉજવણી શરૂ કરી દેવામાં આવી છે.
(4:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
