તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
મોરબી મહાનગરપાલિકામાં ભાજપનો એકતરફી વિજયઃ ૫૨માંથી ૪૪ બેઠકો કબજે
કોંગ્રેસ અને AAPનું ખાતું પણ ન ખુલ્યું: ૮ બેઠકોનું પરિણામ બાકી, ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૨૮ : મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી ૨૦૨૬માં ભારતીય જનતા પાર્ટીએ એકતરફી વિજય મેળવ્યો છે. કુલ ૫૨ બેઠકોમાંથી અત્યાર સુધીમાં જાહેર થયેલા પરિણામ મુજબ ભાજપે ૪૪ બેઠકો જીતી સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે. જાહેર થયેલા પરિણામોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ખાતું પણ ખુલી શકયું નથી. બંને પક્ષોને એક પણ બેઠક મળી નથી. મહાનગરપાલિકાની કુલ ૫૨ બેઠકોમાંથી ૪૪ બેઠકો ભાજપે જીતી લેતા સત્તા જાળવી રાખી છે. હજુ ૮ બેઠકોના પરિણામ આવવાના બાકી છે, પરંતુ ભાજપે બહુમતીનો આંકડો વટાવી દીધો છે. પરિણામ જાહેર થતાં જ શહેરમાં ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે અને વિજય સરઘસ સાથે ઉજવણી શરૂ કરી દેવામાં આવી છે.
(4:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
