<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

ટંકારા નગરપાલિકામાં પ્રથમ વખત ભાજપનો ભગવોઃ ૨૪માંથી ૧૮ બેઠકો જીતી સ્‍પષ્ટ બહુમતી

કોંગ્રેસને ૬ બેઠકો, બસપાના ૧૦ ઉમેદવારો હાર્યાઃ દયાનંદ સરસ્‍વતીની ૨૦૦મી જન્‍મજયંતીએ ઐતિહાસિક વિજય

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા., ૨૮ : ટંકારા નગરપાલિકાની ચૂંટણી ૨૦૨૬નું પરિણામ પૂર્ણ થઈ ગયું છે. પ્રથમ નગરપાલિકાની ચૂંટણીમાં જ ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક વિજય મેળવી ભગવો લહેરાવ્‍યો છે. કુલ ૨૪ બેઠકોમાંથી ભાજપે ૧૮ બેઠકો જીતી સ્‍પષ્ટ બહુમતી મેળવી છે. કોંગ્રેસને ૬ બેઠકો મળી છે, જ્‍યારે બહુજન સમાજ પાર્ટીના ૧૦ ઉમેદવારોની હાર થઈ છે. સ્‍થાનિક આગેવાનોના જણાવ્‍યા મુજબ મહર્ષિ દયાનંદ સરસ્‍વતીની ૨૦૦મી જન્‍મજયંતિના વર્ષમાં ટંકારામાં પ્રથમ વખત બનેલી નગરપાલિકામાં ભાજપનો આ વિજય ઐતિહાસિક રીતે નોંધાશે.  પરિણામ જાહેર થતાં જ ભાજપના કાર્યકરોએ વિજય સરઘસ કાઢીને ઉજવણી કરી હતી. શહેરમાં કેસરિયો માહોલ છવાઈ ગયો છે.

(4:47 PM IST)