<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

ગોંડલ તાલુકા પંચાયતની ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાયોઃકુલ ૨૨ બેઠક પૈકી ૧૮ બેઠક ઉપર ભાજપઃ આપ ને ૪ બેઠકઃ કોંગ્રેસના સુપડા સાફ

જીલ્લા પંચાયતની બેઠક પર અપસેટ સર્જાયોઃ મહત્‍વની ગણાતી મોવિયા બેઠક ભાજપ પાસેથી આંચકી લેતુ આપઃ જીલ્લા પંચાયતની કુલ પાંચ બેઠક પૈકી ચાર બેઠક ઉપર ભાજપનો વિજય

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૨૯: ગોંડલ તાલુકા પંચાયત ની ચુંટણીનાં પરીણામ જાહેર થતા ભાજપે તાલુકા પંચાયત માં સતા જાળવી રાખીછે.

તાલુકા પંચાયત ની કુલ બાવીસ બેઠકો પૈકી દાળીયા બેઠક ભાજપ ને બીનહરીફ મળી હતી.ત્‍યારે ૨૧ બેઠકો ની યોજાયેલ ચુંટણી માં ભાજપ નો ૧૭ બેઠક ઉપર વિજય થયો છે.જ્‍યારે તાલુકા નાં રાજકારણ માં પ્રથમવાર એન્‍ટ્રી મારનાર આમ આદમી પાર્ટી ને ચાર બેઠક મળીછે. ત્રિપાંખીયા જંગ માં કોંગ્રેસ ત્રીજા ક્રમે ધકેલાઇ છે.વર્ષ ૨૦૨૧ ની ચુંટણીમા તમામ ૨૨ બેઠકો ભાજપે અંકે કરી હતી.આ ચુંટણીમાં ભાજપ ની ચાર બેઠકો ઓછી થઈ છે.

મોટો અપસેટ જીલ્લા પંચાયત ની બેઠકો માં સર્જાયો છે.ગોંડલ તાલુકા નાં રાજકારણ નું એપી સેન્‍ટર ગણાતા મોવિયા જીલ્લા પંચાયત બેઠક માં ભાજપ નાં ધુરંધર રાજુભાઇ ડાંગર ની હાર થઇ છે.આ બેઠક ઉપર આપ નાં આરતીબેન જેતાણી નો વિજય થયો છે.રાજુભાઇ ડાંગર જીલ્લા પંચાયત નાં પુર્વ ઉપપ્રમુખ છે.

જીલ્લા પંચાયત ની અન્‍ય દેરડી, ચરખડી,  કોલીથડ અને શિવરાજગઢ બેઠક ઉપર ભાજપ નો વિજય થયો છે.

તાલુકા પંચાયત ની આંબરડી,કોલીથડ, શેમળા,ચરખડી,ગોમટા,નવાગામ, ત્રાકુડા,દેરડી,કેશવાળા,મોટીખીલોરી, શિવરાજગઢ, દેવચડી, ગુંદાળા, કમઢીયા, શ્રીનાથગઢ, મોવિયા-૨,તથા દડવા હમીરપરા ની બેઠકો ભાજપ નાં ઉમેદવારો વિજયી બન્‍યા છે.જ્‍યારે ઘોઘાવદર, મોવિયા-૧,વાંસાવડ તથા સુલતાનપુર બેઠકો ઉપર આપ નાં ઉમેદવાર વિજયી બન્‍યા છે.

આપ ના નેતા જીગીશા પટેલ દ્વારા છેલ્લા છ સાત મહીના થી તાલુકા નાં રાજકારણ માં સક્રીય બની ભાજપ નાં ગઢ ને તોડવા કરાયેલો પ્રયાસ સફળ રહ્યો છે.ખાસ કરીને મોવિયા બેઠક પર અપસેટ સર્જાયો છે.

(11:23 AM IST)