તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
દ્વારકા જિલ્લાની ધરમપુર બેઠક પર ભાજપની રણનીતિ સફળઃ છેલ્લી ઘડીએ બદલાયેલા ઉમેદવાર ચીમનભાઈ નકુમનો વિજય

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા, તા. ૨૮: દ્વારકા જિલ્લા પંચાયતની ધરમપુર બેઠક પર ભાજપની છેલ્લી ઘડીની ઉમેદવાર બદલવાની રણનીતિ સફળ સાબિત થઈ છે. ભાજપે નાનજીભાઈ નકુમને બદલે ચીમનભાઈ નકુમને ટિકિટ આપી હતી અને આ આઈડિયા કામ કરી ગયો છે.
મતગણતરીના અંતે ધરમપુર જિલ્લા પંચાયત સીટ પર ચીમનભાઈ નકુમનો વિજય થયો છે. નવી વાડીના ચીમનભાઈ નકુમ પૂર્વ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અને અગ્રણી સ્વર્ગસ્થ હરિભાઈ નકુમના પરિવારના કુટુંબી છે. ભાજપ દ્વારા છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલવાના નિર્ણયની રાજકીય વર્તુળોમાં ચર્ચા હતી, પરંતુ પરિણામે આ નિર્ણય યોગ્ય સાબિત થયો છે. ચીમનભાઈ નકુમની જીત સાથે ધરમપુર બેઠક પર ભાજપે પોતાનો કબજો જાળવી રાખ્યો છે. પરિણામ જાહેર થતાં જ ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો અને વિજયની ઉજવણી શરૂ કરી દેવામાં આવી
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
