તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
જામનગરમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કાલે આશીર્વાદનો દીવડો કાર્યક્રમ
બાલા હનુમાન મંદિર અને રણમલ તળાવ ખાતે હજારો નાગરિકો દીપ પ્રગટાવશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૬: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જામનગર શહેરમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના શ્રેણીબદ્ધ કાર્યક્રમો પૈકી તા.૧૭ ગુરુવારના રોજ શહેરના વિશ્વવિખ્યાત શ્રી બાલા હનુમાન મંદિર તેમજ રણમલ તળાવ પરિસરમાં આશીર્વાદનો દીવડો કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
આ સમગ્ર કાર્યક્રમને સુચારૂ, આયોજનબદ્ધ અને સફળ બનાવવાના હેતુસર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.
કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં નાગરિકો જોડાઈ શકે તે માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા વિશેષ નિર્ણય લેવામાં આવ્યો છે. તા.૧૭ સાંજે ૫:૦૦ થી ૯:૦૦ કલાક દરમિયાન રણમલ તળાવ ખાતે આવનાર તમામ મુલાકાતીઓ અને નાગરિકો માટે પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે.
આ સમીક્ષા બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડીયા, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશા, નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી સહિત જિલ્લા પ્રશાસન અને મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ શહેરના સામાજિક-ધાર્મિક સંગઠનોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. પ્રશાસન દ્વારા તમામ શ્રદ્ધાળુઓ અને શહેરજનોને આ દિવ્ય આશીર્વાદનો દીવડો કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સહભાગી થવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે
(12:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
