<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

ધ્રાંગધ્રાના ધ્રુમઠમાંથી પરમ દિવસે ગૂમ થયેલી કોલેજીયન છાત્રાની લાશ તલાવડીમાંથી મળી

વીરમગામ ભણતી ૧૯ વર્ષની હીના ઘુઘલીયા હાલ વતનમાં વેકેશન કરવા આવી હતીઃ પરમ દિવસે સવારે દસ વાગ્‍યે ઘરેથી નીકળ્‍યા બાદ ગાયબ હતીઃ પરિવારમાં કલ્‍પાંતઃ મૃતદેહનું રાજકોટમાં ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ

રાજકોટ તા. ૪: ધ્રાંગધ્રામના ધ્રુમઠ ગામે રહેતી ૧૯ વર્ષની યુવતિ પરમ દિવસે ગૂમ થયા બાદ ગઇકાલે તેની લાશ ગામની તલાવડીમાંથી મળી આવતાં ચકચાર જાગી છે. કોલેજમાં અભ્‍યાસ કરતી આ યુવતિ હાલ વેકેશન કરવા વતનમાં આવી હતી. તેણીએ આપઘાત કર્યો કે અન્‍ય કંઇ બન્‍યું? તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે અને મૃતદેહને ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ માટે રાજકોટ ખસેડી છે.

જાણવા મળ્‍યા મુજબ ધ્રાંગધ્રામના ધ્રુમઠ ગામે રહેતી હીનાબેન વનજીભાઇ ધુઘલીયા (ઉ.વ.૧૯) પરમ દિવસે મંગળવારે સવારે દસેક વાગ્‍યે ઘરેથી નીકળ્‍યા બાદ ગૂમ થઇ જતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન ગઇકાલે તેની લાશ ગામની તલવાડીના કુવામાંથી મળી આવતાં ચકચાર મચી ગઇ છે. ધ્રાંગધ્રા પોલીસને જાણ થતાં ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃતદેહ ફુલાઇ ગયો હોઇ પોલીસે ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ માટે રાજકોટ ખસેડયો છે.

મૃત્‍યુ પામનાર હીનાબેન વિરમગામ ખાતે કોલેજમાં અભ્‍યાસ કરતી હતી. તેણી ત્રણ બહેન અને એક ભાઇમાં મોટી હતી. તેના પિતા પાણીપુરી, નાસ્‍તો વેંચી ગુજરાન ચલાવે છે. હીનાબેને આત્‍મહત્‍યા કરી કે અન્‍ય કોઇ બનાવ બન્‍યો? તેની તપાસ થઇ રહી છે. યુવાન અને આશાસ્‍પદ દિકરીના  મોતથી પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે. 

 

(1:36 PM IST)