તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd April 2026
ભાવનગરના ઈશ્વરિયા પાસે ખાણમાં ન્હાવા પડતાં આંબલા ગામના ડૂબેલાં યુવાનનો મૃતદેહ મળ્યો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૨: સિહોર તાલુકાનાં આંબલા ગામના યુવાનો ઈશ્વરિયા ગામના ઈશ્વરપુર વિસ્તારમાં ખાણમાં ભરાયેલા પાણીમાં ન્હાવા માટે ગયાં હતાં. સોમવારે બપોરે આ યુવાનો ન્હાવા ગયાં બાદ ઉપર ભેખડ પરથી કૂદકો મારતાં હરેશભાઈ ડાભી નામના ૩૫ વર્ષીય પરણિત યુવક બહાર આવી ન શકતાં ડૂબી જવા પામેલ.
આ ઘટનાની જાણ થતાં મામલતદાર સતીશભાઈ જાબુચા અને અન્ય કર્મચારીઓ અગ્રણીઓ દોડી ગયાં હતાં. આ સાથે સિહોર અને ભાવનગરથી બચાવ ટુકડીઓ પણ ઘટના સ્થળે પહોંચેલ પરંતુ સાંજ સુધી ગુમ થયેલ યુવકની ભાળ મળી ન હતી. બીજા દિવસે આજે ભાવનગર મહાનગરપાલિકા અગ્નિશમન અને આપાતકાલીન બચાવ ટુકડી દ્વારા સંબંધિત ઉપકરણો અને નાવ સાથે સવારથી શોધખોળ માટે જહેમત ઉઠાવાઈ હતી, જે દરમિયાન આગલા દિવસે ન્હાવા પડેલાં આ યુવકનો મળતદેહ બે દિવસની જહેમત બાદ હાથ આવ્યો હતો, જેને આગળની કાર્યવાહી માટે સરકારી દવાખાને ખસેડવામાં આવેલ હતો.
(10:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
