<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

હાર્બર મરીનના ઓડદર ગામની પણજુ સીમના ખારામાંથી મળેલ અજાણ્યા પુરૂષની લાશની ઓળખ કરી ખુનના ગુનાનો ભેદ ઉકેલી સંડોવાયેલ આરોપીને પકડી પાડતી પોરબંદર એલ.સી.બી.

હત્યાનો બદલો લેવા, જુના મનદુઃખના વનરાજને પોતાની સાથે ઓડદર ખાતે પણજુ સીમના ખારામાં લઇ જઇ ચાકુ વડે મારમારી મોત નીપજાવી

( પરેશ પારેખ દ્વારા) પોરબંદર : ગઇ તા.૩૧/૦૮/૨૦૨૬ ના રોજ કિશોર નાગાભાઇ ઓડેદરા (વિસાણા) (ઉ.વ.૨૧ )ધંધો ખેતીકામ (રહે રામખડા રોડ વાડી વિસ્તાર તા.જી.પોરબંદરવાળા) એ જાણ કરેલ કરેલ કે, ઓડદર ગામની પણજુ સીમના ખારામાં અજાણ્યા પુરૂષની લાશ દાટેલી હાલતમાં પડેલ છે. જેથી સદરહું જગ્યાએ થી આ કામે મરણ જનાર અજાણ્યો પુરૂષ ઉ.વ પુખ્ત નો જેના જમણા હાથમા અંગ્રેજીમા “Vanraj" ત્રાજવાથી ત્રોફાવેલ તથા ધાતુનુ કડુ પહરેલ છે તે ઇસમની લાશ શંકાસ્પદ રીતે કોહવાઈ ગયેલ હાલતમાં પણજુસીમ ના ખારામા આવેલ ખાડામાંથી મળી આવ્યા બાબતે ઉપરોકત જાહેર કરનારએ આપેલ જાહેરાત મુજબ હાર્બર મરીન પો સ્ટે અ મોત નં ૧૧/૨૦૨૬ બી એન એસ એસ. ક. ૧૯૪ મુજબ રજી. થયેલ.
   સદરહું અજાણ્યા પુરૂષની લાશ બાબતે જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા,(I.P.S.) તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા (I.P.S.) ઉડાણપુર્વક તપાસ કરી અજાણ્યા પુરૂષની ઓળખ કરવા કરેલ સુચના અનુસંધાને એલ.સી.બી. I/C પો.ઇન્સ. આર.કે. કાંબરીયાના તથા એલ.સી.બી સ્ટાફના માણસો ઉપરોકત અજાણ્યા પુરૂષની લાશ બાબતે ઉંડાણપુર્વક તપાસ કરી રહેલ હતા દરમ્યાન એલ.સી.બી સ્ટાફના HC જીતુભાઈ દાસા તથા વિરેન્દ્રસિંહ પરમાર તથા PC અજયભાઇ ચૌહાણ ને હકીકત જાણવા મળેલ કે, આ કામના મરણજનાર જસુબેન વા/ઓ વેલજીભાઇ મનજીભાઇ વાઘેલા (રહે. ચોપાટી ટ્રાફીકની ઓફીસથી આગળ ફુટપાથ ઉપર પોરબંદરવાળા ) નો દિકરો વનરાજ ઉર્ફે વની હોવાનું જાણવા મળતા તેઓને મળી વનરાજ બાબતે પુછપરછ કરતા વનરાજ રક્ષાબંધનના દિવસે ઓડદર ગામ રામખડા સીમ વિસ્તારમાં રહેતા અનિલ લાલુભાઇ મછીયાવા તથા રાહુલ લાલુભાઇ મછીયાવા સાથે ગયેલ હતો અને ત્યાર થી પરત આવેલ નહી હોવાનું તેમજ છેલ્લે વનરાજને અનિલ તથા રાહુલ સાથે એસ.ડી. બસ સ્ટેન્ડ પાસે આવેલ ફુવારા પાસે જોયેલ હોવાનું જણાવતા તેઓને અ મોતના કામે પાડવામાં આવેલ મરણજનારના ફોટોગ્રાફ્સ તથા
કપડા બતાવતા તેઓએ મરણજનાર પોતાનો દિકરો વનરાજ ઉર્ફે વની હોવાનું જણાવી અનીલ તથા રાહુલના પિતા લાલુ ચનાભાઇ મશીયાવાનું આજ થી છ વર્ષ પહેલા પોતાના પતિ વેલજીભાઇ મનજીભાઇ વાઘેલાએ ખુન કરેલ હતું. જેથી આ અનિલ તથા રાહુલે પોતાના દિકરા વનરાજને લઇ જઇ તેને મારમારી મારી નાખેલની શંકા હોવાનું જણાવેલ તેમજ એલ.સી.બી સ્ટાફ દ્રારા મરણ જનારની હાજરી બાબતે નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ અંતર્ગત લગાડવામાં આવેલ સી.સી.ટી.વી કેમેરા ચેક કરતા તા.૨૮/૦૮/૨૦૨૬ ના રોજ વનરાજ તથા અનિલ તથા રાહુલ એસ.ટી. બસ સ્ટેન્ડના તથા એસ.ટી. રોડ રામ ચા પાસે તથા સુદામા ચોક રાણી બાગ પાસે તથા બસ સ્ટેન્ડ થી રીક્ષા નં GJ-25-U-1587 વાળીમાં મરણજનાર વનરાજ તથા અનીલ તથા રાહુલ એમ ત્રણેય જણા બેસીને જતા કેમેરામાં જોવામાં આવેલ જેથી સદરહું રીક્ષા નંબરની ડીટેઇલ મેળવી રીક્ષા ચાલક પુંજા ભીખુભાઇ કોડીયાતરનો સંપર્ક કરી પુછપરછ કરતા ત્રણેય જણાને ઓડદર ગામમાં ઉતારેલ હોવાની વિગત જણાવતા મરણજનાર વનરાજ સાથે ગયેલ અનીલ તથા રાહુલને શોધવા એલ.સી.બી સ્ટાફને સુચના કરેલ. તેમજ મરણજનાર વનરાજ બાબતે તેઓની માતા ફરીયાદી જસુબેન વા/ઓ વેલજીભાઇ મનજીભાઇ વાઘેલાએ જાહેર કરેલ ફરીયાદ મુજબ હાર્બર મરીન પો.સ્ટે. માં ગુ.ર.નં. A-11218018260351/૨૦૨૬ બી એન એસ. ક. ૧૦૩(૧), ૫૪, જી.પી.એકટ ક. ૧૩૫ મુજબનો ગુન્હો ગઇ તા.૦૨//૦૯/૨૦૨૬ ના ક.૧૪/૧૫ વાગ્યે આરોપી (૧) અનિલ લાલુભાઇ મછીયાવા (૨) રાહુલ લાલુભાઇ મછીયાવા( રહે. બંન્ને ઓડદર ગામ રામખડા સીમ વિસ્તાર તા.જી.પોરબંદરવાળા) ઓ વિરૂધ્ધ રજી. થયેલ અને ઉપરોકત ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીઓ અનીલ તથા રાહુલની શોધખોળ કરવા એલ.સી.બી સ્ટાફની બે ટીમો બનાવી અલગ-અલગ સ્થળોએ તપાસ કરતા મજકુર આરોપીઓ ચોપાટી નજીક રીલાયન્સ ફુવારા પાસે હાજર હોવાની HC જીતુભાઇ દાસા તથા વિરેન્દ્રસિંહ પરમાર તથા PC અજયભાઇ ચૌહાણ ને હકીકત મળતા તુરત જ હકીકતવાળી જગ્યાએ જઇ તપાસ કરતા મજકુર બંન્ને આરોપીઓ તેમની માતા દયાબેન વા/ઓ લાલુભાઇ ચનાભાઈ મશીયાવા સાથે મળી આવતા તેઓને એલ.સી.બી કચેરી ખાતે લઇ આવી બંન્ને આરોપીઓની તેમની માતાની હાજરીમાં પુછપરછ કરતા બંન્ને શખ્શોએ પોતાનું નામ (૧) અનિલ લાલુભાઇ મછીયાવા ઉ.વ. આશરે ૧૮ વર્ષ (ર) રાહુલ લાલુભાઇ મછીયાવા ઉ.વ. આશરે ૧૩ વર્ષ( રહે. બંન્ને ઓડદર ગામ રામખડા સીમ વિસ્તાર તા.જી. પોરબંદરવાળા) ઓ હોવાનું જણાવેલ હોય અને બંન્નેની પુછપરછ કરતા પોતાના પિતા લાલુભાઈ ચનાભાઇ મશીયાવાનું આજ થી છ વર્ષ પહેલા મરણજનાર ના પિતા વેલજીભાઇ મનજીભાઇ વાઘેલાએ ખુન કરેલ હોય. જે વાતનું મનદુ:ખ રાખી રક્ષાબંધનના દિવસે મરણજનાર વનરાજને પોતાની સાથે ઓડદર ખાતે પણજુ સીમના ખારામાં લઇ જઇ ચાકુ વડે મારમારી મોત નીપજાવી મરણજનાર વનરાજની લાશને દાટી દીધેલ હોવાની કબુલાત આપેલ હોય. જેથી ઉપરોકત બંન્ને ઇસમોને તેમની માતા સાથે આગળની કાર્યવાહી કરવા માટે હાર્બર મરીન પો.સ્ટે. સોંપી આપી અજાણ્યા પુરુષની ઓળખ કરી અનડીટેકટ મર્ડરના ગુનાનો ભેદ ઉકેલી ગણતરીના કલાકોમા મર્ડર કરનાર બન્ને ઈસમોને શોધી કાઢી પ્રસંશનિય કામગીરી કરવામાં આવેલ છે.
કાયદાના સંઘર્ષમાં આવેલ કીશોર:-
(૧) અનિલ લાલુભાઇ મછીયાવા ઉ.વ. આશરે ૧૮ વર્ષ

(ર) રાહુલ લાલુભાઇ મછીયાવા ઉ.વ.આશરે ૧૩ વર્ષ રહે. બંન્ને ઓડદર ગામ રામખડા સીમ વિસ્તાર તા.જી. પોરબંદર,

આ કામગીરીમાં LCB I/C PI આર.કે.કાંબરીયા તથા ASI બટુકભાઇ વિંઝુડા, રાજેન્દ્રભાઇ જોષી, ઉદયભાઇ વરૂ, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઇ મકવાણા, મુકેશભાઇ માવદીયા, કુલદીપસિંહ જાડેજા તથા HC હીમાંશુભાઇ મક્કા, ઉપેન્દ્રસિંહ જાડેજા, વિપુલભાઇ ઝાલા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા, વિરેન્દ્રસિંહ પરમાર તથા PC નટવરભાઇ ઓડેદરા, અજયભાઇ ચૌહાણ તથા ડ્રL. PC રોહિતભાઇ વસાવા વિગેરે રોકાયેલ હતા.

(3:47 PM IST)