તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th July 2026
જુનાગઢ હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ગણોદ ગામના દર્દીની ઉપલેટામાંથી લાશ મળી આવી

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા, તા.૧૮: બસ સ્ટેન્ડ વિસ્તારમાં એક અજાણ્યા વળદ્ધ પુરુષની બિનવારસી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બસ સ્ટેન્ડ જેવા જાહેર અને ભીડભાડવાળા સ્થળે મળતદેહ મળી આવતા લોકોમાં અનેક તર્કવિતર્ક સર્જાયા હતા. આ ઘટનાની જાણ બસ સ્ટેન્ડના એસ.ટી. કર્મચારીઓને થતા તેઓએ તાત્કાલિક પોલીસ અને સામાજિક સંસ્થાઓને માહિતગાર કર્યા હતા.
ઘટનાની જાણ થતાં જ એ.એસ.આઈ. અરજણભાઈ પરમાર અને માનવ સેવા ટ્રસ્ટઁના લાલજીભાઈ રાઠોડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. લાલજીભાઈ દ્વારા સત્વરે વાહનની સુવિધા ઊભી કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ અને સામાજિક કાર્યકરની સરાહનીય મદદથી મળતદેહને ઉપલેટાની સિવિલ હોસ્પિટલ ખાતે વધુ તપાસ અર્થે ખસેડવામાં આવ્યો હતો.
હોસ્પિટલ ખાતે તપાસ દરમિયાન મળતક પાસેથી જૂનાગઢ સરકારી હોસ્પિટલનો એક જૂનો કેસ પેપર મળી આવ્યો હતો. આ કેસ પેપર પર ભીમજીભાઈ નામ લખેલું હતું. તેમાં રહેલી વિગતો અનુસાર, ગત ૧૭ તારીખના રોજ તેમને જૂનાગઢ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ પ્રાથમિક પુરાવાઓના આધારે તપાસ આગળ વધારતા મળતકની સાચી ઓળખ છતી થઈ હતી.
પ્રાપ્ત પુરાવાઓ બાદ એ વાતની પુષ્ટિ થઈ હતી કે મળતક વ્યક્તિ ઉપલેટા નજીક આવેલા ગણોદ ગામના વતની છે અને તેમનું પૂરું નામ ભીમજીભાઈ પરમાર છે. ઓળખ પ્રસ્થાપિત થયા બાદ તંત્ર દ્વારા તેમના પરિવારજનોનો સંપર્ક કરીને આ દુઃખદ ઘટનાની જાણ કરવામાં આવી હતી. સમાચાર મળતા જ શોકમગ્ન પરિવારજનો તાત્કાલિક ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હાલમાં ઉપલેટા પોલીસ દ્વારા પરિવારની હાજરીમાં આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
