<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

ટંકારાની ડેમી નદીમાંથી અજાણ્‍યા પુરૂષનો મૃતદેહ મળ્‍યો

 

(જયેશ ભટ્ટાચાર્ય દ્વારા) ટંકારા તા. ૧પઃ ટંકારા શહેરમાંથી પસા થતી ડેમી નદીમાંથી આજે એક અજાણ્‍યા પુરૂષનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્‍તારમાં અરેરાટી વ્‍યાપી છે. સ્‍થાનિક રહીશોને નદીના પાણીમાં એક મૃતદેહ ડૂબેલી અને તરતી હાલતમાં દેખાતા પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે મૃતકની ઓળખ મેળવવા અને મોતના કારણ અંગે તપાસ હાથ ધરી છે.

(12:12 PM IST)