તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Wednesday, 8th July 2026
વાંકાનેર પાસેથી અજાણ્યા વ્યકિતનો મૃતદેહ મળ્યો

(મહમદ રાઠોડ દ્વારા)વાંકાનેર , તા., ૮: તારાપુર જી. આણંદ થી રાજકોટ કોઇ કારખાનામા મંજુરી અર્થે આવતો હોય અને સાંજના ચારેક વાગ્યે વાંકાનેર બાઉન્ટ્રી ચોટીલા - રાજકોટ હાઇવે ઉપર આવેલ મોમાઇ હોટલ પાસે તા.વાકાનેર જી મોરબી પાસે આઇસર માથી નિચે ઉતરેલ હતો. તે દરમ્યાન કોઇ કારણસર બેભાન થઈ જતા ૧૦૮ મા સારવારમા ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જતા ફરજપરના જાહેર કરેલ છે. અજાણ્યા પુરૂષ ઉ.વ. આશરે ૫૫ વાળા લાશનું ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ. થઇ ગયેલ હોય અને મરણ જનારના વાલી-વારસ મળી આવેલ ન હોય અને બિનવારશી હોય જેથી સદરહુ અજાણ્યા પુરૂષની લાશ વાંકાનેર સરકારી હોસ્પીટલ ખાતે કોલ્ડ સ્ટોરેજમાં રાખેલ છે અને મરણ જનારની લાશ ઉપર શરીરે મધ્યમ બાંધો વાને ઘઉંવર્ણ શરીરે સફેદ કોફી કલરનો ચેક્સવાળો આખી બાઇનો શર્ટ તથા બ્લુ કલરની ગંજી તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે અને લાશના ડાબા ગાલ ઉપર કાળા તલનું નિશાન જોવામાં આવે છે તથા માથામાં કાળા વાળ છે અને જીણી સફેદ મુછ છે તેમજ બન્ને પગના નળામાં ખરજવાના કાળાસ પડતા નિશાનો છે. વી.આર. પરમાર એ.એસ.આઇ વાંકાનેર તાલુકા પો સ્ટે. મો.ન.૭૫૭૪૦૪૧૦૪૧
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ટેલી.નં.૬૩૫૯૬૨૬૦૮૬ પર સંપર્ક કરવા જણાવ્યું છે.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
